ગુરુવારે ન્યૂઝીલેન્ડ સામે મેચ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ રવિવારે પાકિસ્તાન સાથે મેદાને ઉતરશે. આ પહેલા સીમાની બંન્ને તરફથી એક બીજાને નીચા પાડવા જાહેરાત બનાવવામાં આવી છે. જેને લઇને ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ તિખી પ્રતિક્રિયા આપી છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે રવિવારે મેનચેસ્ટરમાં વિશ્વકપનો મુકાબલો રમાશે.

મેચ પહેલા બંન્ને દેશોએ ઘણી જાહેરાત બનાવી છે. હવે આ ટીવી જાહેરાતને લઇને ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. સાનિયા મિર્ઝાએ બહુચર્ચિત ભારત અને પાકિસ્તાન મેચ પહેલા ટીવી જાહેરાતને ઝાટકો આપ્યો છે. સાનિયાએ આ ટીવી જાહેરાતને અજીબ અને શરમજનક બતાવી હતી.

અહી સ્ટાર ટીવીએ ભારતમાં એક જાહેરાત બનાવી છે, જેમા એક ભારતીય પ્રશંસક પોતાને પાકિસ્તાનનો અબ્બૂ બતાવે છે, તો બીજી તરફ પાકિસ્તાનનાં જૈજ ટીવીએ એક જાહેરાતમાં વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનનો મઝાક બનાવ્યો છે.

બંન્ને દેશોની આ જાહેરાત પર સાનિયા મિર્ઝાએ કહ્યુ કે, “સીમાની બંન્ને બાજુએ ખૂબ જ ખરાબ જાહેરાત બનાવવામાં આવી છે. તમારે આ રીતે ખરાબ ચીજ બનાવીને મેચ માટે ઉત્સાહ કે માર્કેટ વધારવાની જરૂર નથી. આ મેચમાં પહેલા જ લોકોનું ધ્યાન કેંન્દ્રિત છે, આ માત્ર ક્રિકેટ છે અને જો તમે આને કઇક અલગ સમજો છો તો તમારે જીવનમાં ઘણુ બધુ જોવુ જોઇએ.”
Cringeworthy ads on both sides of the border 🤮 seriously guys, you don’t need to ‘hype up’ or market the match anymore specially with rubbish! it has ENOUGH attention already!It’s only cricket for God sake, and if you think it’s anymore than that then get a grip or get a life !!
— Sania Mirza (@MirzaSania) June 12, 2019
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનનાં જૈજ ટીવીએ જે જાહેરાત તૈયારી કરી છે તેમા એક વ્યક્તિને વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનનો મઝાક ઉડાવતા દેખવામાં આવે છે. અભિનંદનને બાલાકોટમાં ભારતનાં એર સ્ટ્રાઇકનાં એક દિવસ બાદ પાકિસ્તાનની સેનાએ પકડ્યો હતો. આ 33 સેકન્ડની જાહેરાતમાં મોડલને ભારતીય ટીમની જર્સીમાં દેખી શકાય છે, તેણે મૂંછો પણ અભિનંદનની જેમ જ બનાવી છે. આ જાહેરાતમાં તેને ભારતીય ટીમની રણનીતિ વિશે પૂછવામા આવે છે ત્યારે અભિનંદનનો વાયરલ થયેલો વીડિયોમાં જે રીતે તે બોલે છે તે મુજબ બોલતા તે કહે છે કે, મને માફ કરો, હુ તમને આ જાણકારી આપી નહી શકુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
