sports news/ ICC ટુર્નામેન્ટનો નવો ‘સુલતાન’બન્યો મોહમ્મદ શમી, ઝહીર ખાનનો રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

શમી મર્યાદિત ઓવરોમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે

Top Stories India Breaking News Sports

Sports News : મોહમ્મદ શમીએ બાંગ્લાદેશ સામે 3 વિકેટ લઈને ઇતિહાસ રચી દીધો છે.  જેમાં તે મર્યાદિત ઓવરની ICC ટુર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. એટલું જ નહી આ મામલે તેણે ઝહીર ખાનને પણ પાછળ છોડી દીધો છે.

શમી મર્યાદિત ઓવરોમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. જેમાં તેણે ઝહીર ખાનને પાછળ છોડી દીધો,  ઝહીર ખાને  44 મેચમાં 71 વિકેટ લીધી હતી. પરંતુ હવે શમીએ 33 મેચમાં 72 વિકેટ લઈને એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે.

ICC મર્યાદિત ઓવર ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર
વિકેટ ક્રિકેટરનું નામ મેચ
૭૨* મોહમ્મદ શમી ૩૩ મેચ
૭૧ ઝહીર ખાન ૪૪ મેચ
૬૮ જસપ્રીત બુમરાહ ૪૩ મેચ
૬૫ રવિન્દ્ર જાડેજા ૬૨ મેચ
૫૯ રવિચંદ્રન અશ્વિન ૪૩ મેચ
આ ઉપરાંત, મોહમ્મદ શમી વનડેમાં સૌથી ઝડપી 200 વિકેટ લેનાર વિશ્વનો બીજો ખેલાડી બન્યો છે. શમીએ ૧૦૪ વનડેમાં ૨૦૦ વિકેટ પૂર્ણ કરી હતી, જ્યારે મિશેલ સ્ટાર્કે ૧૦૨ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.

વિકેટ ક્રિકેટરનું નામ મેચ
૧૦૨ મિશેલ સ્ટાર્ક ૧૦૨ મેચ
૧૦૪ મોહમ્મદ શમી / સકલૈન મુશ્તાક ૧૦૪ મેચ
૧૦૭ ટ્રેન્ટ બોલ્ટ ૧૦૭ મેચ
૧૧૨ બ્રેટ લી ૧૧૨ મેચ
૧૧૭ એલન ડોનાલ્ડ ૧૧૭ મેચ
5 વિકેટ લઈને ગભરાટ ફેલાવ્યો
આ મેચમાં શમીએ શાનદાર બોલિંગ કરી. તેણે ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી જ મેચમાં પોતાની છાપ છોડી દીધી અને સાબિત કરી દીધું કે તે એક મોટો મેચ ખેલાડી છે. તેણે 10 ઓવરમાં 53 રન આપીને 5 વિકેટ લીધી. આ ઉપરાંત, શમીએ 5.30 ના ઇકોનોમી રેટથી રન આપ્યા. શમી ઉપરાંત હર્ષિત રાણાએ 3 વિકેટ લીધી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 49.4 ઓવરમાં 228/10 રન બનાવ્યા.

વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે સૌથી વધુ વિકેટો
વિકેટ ખેલાડી
૬૦ મોહમ્મદ શમી
૫૯ ઝહીર ખાન
૪૭ જવાગલ શ્રીનાથ
૪૩ રવિન્દ્ર જાડેજા
ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ.

બાંગ્લાદેશ પ્લેઇંગ ઇલેવન
તંજીદ હસન, સૌમ્ય સરકાર, નજમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તૌહીદ હૃદય, મુશફિકુર રહીમ (વિકેટકીપર), મહેદી હસન મિરાઝ, જાકર અલી, રિશાદ હુસૈન, તંઝીમ હસન સાકિબ, તસ્કિન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ICC એ કરી મોટી જાહેરાત, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે શિખર ધવનને સોંપી મહત્વપૂર્ણ જવાબદારી

આ પણ વાંચો: ભારતે ઈંગ્લેન્ડ સામે બીજી સૌથી મોટી જીત નોંધાવી, આ ખેલાડીઓ મેચમાં હીરો બન્યા

આ પણ વાંચો: અર્શદીપ સિંહના રન આઉટ સાથે, ભારતીય ઇનિંગ્સ 356 રનમાં સમેટાઈ