Suicide Case/ સુરતમાં સોલંકી પરિવારના આપઘાતમાં PM રિપોર્ટમાં થયો મોટો ઘટસ્ફોટ

સોલંકી પરિવારના સામૂહિક આપઘાતમાં PM રિપોર્ટમાં હત્યા થઈ આવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી. આ મામલે મૃતક મનીષ સોલંકી સામે ગુનો નોંધાશે.

Top Stories Gujarat
YouTube Thumbnail 24 સુરતમાં સોલંકી પરિવારના આપઘાતમાં PM રિપોર્ટમાં થયો મોટો ઘટસ્ફોટ

સુરતના અડાજણમાં સોલંકી પરિવારના આપઘાત મામલામાં એક નવો વળાંક આવ્યો છે. સોલંકી પરિવારના સામૂહિક આપઘાતમાં PM રિપોર્ટમાં હત્યા થઈ આવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી. આ મામલે મૃતક મનીષ સોલંકી સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ. ગત 28 ઓક્ટોબરના રોજ સોલંકી પરિવારે સામૂહિક આપઘાત કર્યો હતો. જેમાં પ્રાથમિક કારણ આર્થિક સંકડામણ માનવામાં આવતું હતું. જો કે પોલીસ દ્વારા સામૂહિક આપઘાતની આ હિચકારી ઘટના મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અડાજણમાં સોલંક પરીવારના સામૂહિક આપઘાતની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. આ ઘટનાને સપ્તાહ જેટલો સમય થયો હોવા છતાં કેસ વણઉકેલ્યો રહ્યો છે.  જયારે પ્રાથમિક પીએમ રિપોર્ટમાં ચોંકાવનારી માહિતી સામે આવી જેમાં માતા અને મોટી દિકરીનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી. જ્યારે પરિવારના બાકીના 4 સભ્યોને ઝેરી દવા પીવડાવવામાં આવી હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો.

રિપોર્ટની વિગત મુજબ રાત્રે 3 થી સવારે 8 સુધીમાં તમામ સભ્યોના મોત થયા હતા. અને 6 સભ્યોના મોત બાદ મનીષ સોલંકીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી. મૃતક મનીષ સોલંકી ફર્નિચરનો વેપારી છે. અને તેણે ધંધા માટે પૈસા ઉધાર લીધા હતા. આથી પોલીસ મનીષ સોલંકી સાથે સંકળાયેલા ફર્નિચરના અન્ય વેપારીઓ અને કારીગરો ઉપરાંત બેંક લોનના એજન્ટ સહિત 112થી વધુ લોકોની પૂછપરછ કરી છે. સોલંકી પરીવારના 7 સભ્યોના મોત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં સોલંકી પરિવારના આપઘાતમાં PM રિપોર્ટમાં થયો મોટો ઘટસ્ફોટ


આ પણ વાંચો : દાની ડેટા એપ કૌભાંડ મામલે ગુજરાતમાં અમદાવાદ, કચ્છ અને નવસારીમાં EDના દરોડા

આ પણ વાંચો : Accident/ ઉદેપુર-અમદાવાદ હાઈવે પર કાર અને ટ્રાવેલ્સ વચ્ચે ભયંકર અકસ્માત, 4 યુવાનોના મોત

આ પણ વાંચો : Earthquake/ નેપાળમાં વારંવાર ભૂકંપ કેમ આવે છે, તેની પાછળનું ભૌગોલિક કારણ શું છે?