ધરપકડ/ EDએ મની લોન્ડરિંગ કેસમાં IREO ગ્રુપના ચેરમેન લલિત ગોયલની કરી ધરપકડ

લલિત ગોયલે 73 મિલિયન વિવિધ ટ્રસ્ટોને ટ્રાન્સફર કર્યા હતા, જેની ED તપાસ કરી રહી હતી. આ પૈસા રોકાણકારોના હતા. IREO એ દિલ્હી-NCRમાં એક મુખ્ય રિયલ એસ્ટેટ જૂથ છે

Top Stories India
ed 2 EDએ મની લોન્ડરિંગ કેસમાં IREO ગ્રુપના ચેરમેન લલિત ગોયલની કરી ધરપકડ

EDએ IREO જૂથના અધ્યક્ષ લલિત ગોયલની મંગળવારે મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. સોમવારે તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ પૂછપરછ બાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા EDએ તેને ફરીથી પૂછપરછ માટે બોલાવ્યા હતા. લલિત ગોયલ પર પીએમએલએ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી હતી, રોકાણકારોના પૈસા અહીં-ત્યાં રુટ કરવાના મામલે પણ તેમની પૂછપરછ કરવામાં આવી હતી.

2010 માં, લલિત ગોયલે US$ 73 મિલિયન વિવિધ ટ્રસ્ટોને ટ્રાન્સફર કર્યા હતા, જેની ED તપાસ કરી રહી હતી. આ પૈસા રોકાણકારોના હતા. IREO એ દિલ્હી-NCRમાં એક મુખ્ય રિયલ એસ્ટેટ જૂથ છે. પેન્ડોરા પેપર લીકમાં લલિતનું નામ પણ સામે આવ્યું હતું. તેમની બહેનના લગ્ન બીજેપી નેતા સુધાંશુ મિત્તલ સાથે થયા હતા. ગુરુવારે દિલ્હી એરપોર્ટ પરથી તેની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ તે અમેરિકા જવાની તૈયારીમાં હતા.