આગ/ અમદાવાદના ચંડોળા તળાવ પાસે ઝૂંપડપટ્ટીમાં લાગી ભીષણ આગ, અનેક ઝૂંપડા બળીને ખાખ,ફાયર ટીમ ઘટનાસ્થળે

આ ઝુંપડપટ્ટી વિસ્તારમાં  વહેલી સવારે ભીષણ આગ લાગી હતી જેના લીધે અફરાતફીનો માહોલ સર્જાયો હતો

Top Stories Gujarat
7 24 અમદાવાદના ચંડોળા તળાવ પાસે ઝૂંપડપટ્ટીમાં લાગી ભીષણ આગ, અનેક ઝૂંપડા બળીને ખાખ,ફાયર ટીમ ઘટનાસ્થળે
  • અમદાવાદમાં  ચંડોળા તળાવ ઝૂંપડપટ્ટીમાં આગ
  • વહેલી સવારે લાગી હતી ઝૂંપડપટ્ટીમાં આગ
  • ફાયરવિભાગએ આગ પર કાબુ મેળવ્યો
  • આગમાં મોટી સંખ્યામાં ઝૂંપડાઓ સળગી ગયા

અમદાવાદના ચંડાળા તળાવ પાસે ઝુંપટપટ્ટી વિસ્તારમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ ઝુંપડપટ્ટી વિસ્તારમાં  વહેલી સવારે ભીષણ આગ લાગી હતી જેના લીધે અફરાતફીનો માહોલ સર્જાયો હતો, આ વિસ્તારના લોકો જીવ બચાવવા નાસભાગ કરી હતી. આ આગની જાણ ફાટર વિભાગને કરી હતી,ફાયર વિભાગ આ વિસ્તારમાં કાફલા સાથે પહોંચીને આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી અંતે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.આગમાં મોટી સંખ્યામાં ઝૂંપડાઓ બળીને ખાખ થઇ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે ચંડોળા તળાવ પાસેના ઝુંપડપટ્ટી વિસ્તારમાં  અચાનક આગ લાગી હતી આગ ઓલવવા માટે ફાટર વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી અને હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. હજી સુધી કોઇ જાનહાનિ ન સમાચાર નથી, અનેક ઝુપડા બળીને ખાખ થઇ જતા ઘણુ નુકશાન થયું છે, આગ ક્યાં કારણસર લાગી છે તેનું કારણ હાલ જાણવા મળ્યું નથી.