Politics/ દેશની સૌથી જૂની પાર્ટીની માળખાકીય નબળાઈનું સમાધાન જલ્દી નહીં થાય : પ્રશાંત કિશોર

ટ્વીટમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા લખ્યું છે કે, કોંગ્રેસના પતનની શરૂઆત થઇ ચુકી છે અને પાર્ટીની ટીકા કરી છે. કિશોરે કહ્યું છે કે, દેશની સૌથી જૂની પાર્ટીની જ વારસાગત સમસ્યા અને માળખાકીય નબળાઈની સમસ્યાનું જલ્દી સમાધાન થાય તેવો કોઈ જ ઉપાય રહ્યો નથી.

India
prashant kishor

રાષ્ટ્રીય ચર્ચાનો મુદ્દો બની ચુકેલો ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી હિંસા મુદ્દે જાણીતા રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોરે સવારે એક ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા લખ્યું છે કે, કોંગ્રેસના પતનની શરૂઆત થઇ ચુકી છે અને પાર્ટીની ટીકા કરી છે. કિશોરે કહ્યું છે કે, દેશની સૌથી જૂની પાર્ટીની જ વારસાગત સમસ્યા અને માળખાકીય નબળાઈની સમસ્યાનું જલ્દી સમાધાન થાય તેવો કોઈ જ ઉપાય રહ્યો નથી.

44 વર્ષીય કિશોરે ટ્વીટ કરીને લખ્યું છે કે, લખીમપુર ખીરી ઘટનાના આધારે જે લોકો સૌથી જૂની પાર્ટીના નેતૃત્વમાં વિપક્ષના ત્વરિત અને ફરીથી ઉભા થવાની આશા વ્યક્ત કરી રહ્યા હતા તેમને નિરાશા હાથ લાગી છે. દુર્ભાગ્યથી સૌથી જૂની પાર્ટીની જ વારસાગત સમસ્યા અને માળખાકીય નબળાઈની સમસ્યાનું જલ્દી સમાધાન થાય તેવો કોઈ જ ઉપાય રહ્યો નથી.

ગત રવિવારે લખીમપુર ખીરીમાં ખેડૂતો પર કેન્દ્રીયમંત્રીના દીકરા દ્વારા કથિતરૂપે ગાડી ચલાવવાથી ચાર ખેડૂતોના મોત થયા હતા. ત્યારબાદ હિંસા ભડકી ઉઠી હતી તમેં વધુ ચાર લોકોના મોત થયા હતા. હિંસાના પીડિત પરિવારોને મળવા માટે કોંગ્રેસ મહાસચિવ અને યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી પહોંચ્યા હતા પરંતુ તંત્ર દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી સહિત પાંચ કોંગ્રેસ નેતાઓને લખીમપુર ખીરી જવાની પરવાનગી આપવામાં આવી હતી.