પાકિસ્તાન ભારતનાં કાશ્મીર પગલાને લઇને હેબતાઇ ગયું છે અને હવે શું કરવું અને ક્યાં જવું તેની જાણે સુઝબુઝ કોઇ ચૂક્યું હોય તેમ એકને એક વાત કરી રહ્યું છે કે, અમેરીકા અને યુએન કાશ્મીર મામલે હસ્તક્ષેપ કરે અને આ મામલો સુલજાવે. PM મોદી સરકાર દ્વારા કાશ્મીરનાં બે ઉભા ફાડા કરી દેવામાં આવ્યા છે અને કાશ્મીરનાં અલગાવવાદીઓ જેના જોરે ઠેકડા ઠેકડી કરી રહ્યાં હતાં તે કલમ તો નાશ કરી પણ કાશ્મીરને રાજ્યનો દરજ્જો હતો તે પણ નાશ કરી દીધો છે. પાકિસ્તાનનો કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવાનો મોટો વેપલો બંદ થઇ ગયો છે તેવું સમજી લેવામા પણ કોઇ વાંધો નથી કારણ કે પાકિસ્તાન જાણે છે કે, ભારતનો હવે આ મામલે કોઇ પણ કાંકરીચાડો પણ ભૂલમાં કરી દીધો તો, અંદર ધુસ્સીને ખેદાન મેદાન કરી નાખશે. માટે જ પાકિસ્તાન પાસે ચીન અને અમેરીકા સિવાય કોઇ રોવા માટે બચ્યું નથી.
ચીને હોશીયારી કરીને ભારતનાં કાશ્મીર અને ખાસ કરીને લદ્દાખનાં નિર્ણયને અમાન્ય ગણાવ્યો છે, તો ભારત દ્વારા તુરંતમાં જ ચીનને જવાબ આપી દેવામાં આવ્યો છે કે આ આમારી અંદરની વાત છે અને ભારત કોઇ દેશની આંતરીક બાબતમાં કશું કહેતું કે કરતું નથી અને અમે બીજા દેશો પાસેથી પણ આવી જ અપેક્ષા રાખીએ છીએ. માટે કોઇ અવડચંડાઇ કરતા પહેલા વિચારી લેજો.
ચીન દ્વારા ભારતનાં નિર્ણયનો વિરોધ…….
https://twitter.com/globaltimesnews/status/1158716221283545092
ચીનને ભારતનો સીધો અને સટીક જવાબ………
https://twitter.com/ANI/status/1158721199230324736
હવે બાકી રહ્યું અમેરીકા કે યુએન, માટે જ ઈમરાને ટ્વીટ કરતા કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કશ્મીર મુદ્દે મધ્યસ્થા કરે. તેમણે આરોપ લગાવ્યો છે કે ભારતે ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો છે. ઈમરાને લખ્યું છે કે, ‘અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કાશ્મીર મામલામાં મધ્યસ્થતાની જાહેરાત કરી હતી. હવે સમય આવી ગયો છે, કેમકે હાલત ખરાબ થતા જઈ રહ્યાં છે અને નિયંત્રણ રેખા પર ભારતીય સેના નવા આક્રમક પગલા ઉઠાવી રહી છે’.