Not Set/ બાલાકોટના હીરો અભિનંદને વાયુસેના ચીફ સાથે ઉડાવ્યું MiG-21

પાકિસ્તાનું લડાકુ વિમાન એફ-16 તોડી પાડનાર ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન આજે ઉડાન ભરી હતી, પરંતુ આ વખતે વિશેષ વાત એ છે કે અભિનંદન વર્ધમાન એરફોર્સ ચીફ બીએસ ધનોઆ સાથે ઉડાન ભરી હતી. તાજેતરમાં 27 ફેબ્રુઆરી 2019 ના રોજ પાકિસ્તાન એરફોર્સના લડાકુ વિમાનને તોડી પાડવા જેવુ બહાદુરીપૂર્ણ કાર્ય માટે તેમને વીરચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા […]

Top Stories India
aaaamahi 8 બાલાકોટના હીરો અભિનંદને વાયુસેના ચીફ સાથે ઉડાવ્યું MiG-21

પાકિસ્તાનું લડાકુ વિમાન એફ-16 તોડી પાડનાર ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન આજે ઉડાન ભરી હતી, પરંતુ આ વખતે વિશેષ વાત એ છે કે અભિનંદન વર્ધમાન એરફોર્સ ચીફ બીએસ ધનોઆ સાથે ઉડાન ભરી હતી.

તાજેતરમાં 27 ફેબ્રુઆરી 2019 ના રોજ પાકિસ્તાન એરફોર્સના લડાકુ વિમાનને તોડી પાડવા જેવુ બહાદુરીપૂર્ણ કાર્ય માટે તેમને વીરચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. વિંગ કમાન્ડર અભિનંદને આજે પઠાણકોટ એરબેઝથી મિગ-21 ફાઇટર એરક્રાફ્ટમાં એરફોર્સ ચીફ બીએસ ધનોઆ સાથે સંયુક્ત રીતે ઉડાન ભરી હતી.

pathankot iaf chief bs dhanoa and wing commander abhinandan varthaman moving towards the mig-21 bef

આપને જાણવી દઈએ કે પઠાણકોટ એરબેઝએ ભારતીય વાયુ સેનાના 26 સ્ક્વોડ્રન માટે ફ્રન્ટ લાઇન ફાઇટર બેસ છે. ભારતીય વાયુસેના પાસે રશિયન નિર્મિત મિગ-21 લડાકુ વિમાનોના લગભગ 10 સ્ક્વોડ્રન છે. તમામ 10 મિગ-21 સ્ક્વોડ્રનને ટૂંક સમયમાં જ ડિમોમિશન થવાની સંભાવના છે.

પાકિસ્તાની લડાકુ વિમાનને તોડી પાડતી વખતે વિંગ કમાન્ડર અભિનંદન 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાની પ્રદેશમાં જતાં રહ્યાં હતા. ત્યારબાદ તેમણે પાકિસ્તાને બંદી બનાવી લીધા હતા. અભિનંદનને તાજેતરમાં તબીબી પરીક્ષણ પછી ઉડાન માટે મંજૂરી આપવામાં આવી છે. જ્યારે પાકિસ્તાની લડાકુ વિમાન એફ-16 ને અભિનંદને તોડી પાડ્યું હતું, ત્યારે વિંગ કમાન્ડર અભિનંદન પણ મિગ-21 ઉડાવી રહ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.