Not Set/ મંદી છે કે નથી?/ સાંસદો દ્વારા સંસદમાં અપાતા તર્કથી તમે થઇ જશો આશ્ચર્યચકિત

કોઇવાર કહેવામાં આવ્યું છે કે, મંદી નથી કારણ કે લોકો ધામધુમથી લગ્ન કરી રહ્યા છે. મંદી નથી કારણ કે લોકો ફરવા જઇ રહ્યા છે, વેકેશનમાં ટ્રેન અને પ્લેનની ટીકીટો મળતી નથી. મંદી નથી કારણ કે અમુક કંપનીઓ પોતાનું કામ ખુબ સારી રીતે કરે છે(ઓલા-ઉબેર) વિગેરે વિગેરે… પંરતુ મંદી નથી તેવું સાબિત કરવાની રેશ ભાજપનાં સાંસદે […]

Top Stories India
pjimage 1 3 મંદી છે કે નથી?/ સાંસદો દ્વારા સંસદમાં અપાતા તર્કથી તમે થઇ જશો આશ્ચર્યચકિત

કોઇવાર કહેવામાં આવ્યું છે કે, મંદી નથી કારણ કે લોકો ધામધુમથી લગ્ન કરી રહ્યા છે. મંદી નથી કારણ કે લોકો ફરવા જઇ રહ્યા છે, વેકેશનમાં ટ્રેન અને પ્લેનની ટીકીટો મળતી નથી. મંદી નથી કારણ કે અમુક કંપનીઓ પોતાનું કામ ખુબ સારી રીતે કરે છે(ઓલા-ઉબેર) વિગેરે વિગેરે…

પંરતુ મંદી નથી તેવું સાબિત કરવાની રેશ ભાજપનાં સાંસદે રેકોડ તોડ્યો છે. પૂૂર્વે જે નેતાઓ દ્વારા મંદી ક્યાં છે અને મંદી નથીનાં જે કારણો રજૂ કરવામાં આવ્યા હતા તે કોઇને કોઇ પ્રસંગે કહેવામાં આવ્યું હતું. પરંતુ ભાજપનાં સાંસદ વિરેન્દ્વસિંહ દ્વારા તમામને પાછળ રાખતા મંદી નથીની સાબિતી એક તર્ક દ્વારા રજૂ કરવામાં આવી અને તે પણ સંસદનાં લોકસભા ગૃહમાં. જી હા ભાજપનાં સાંસદ વિરેન્દ્રસિંહ એ લોકસભામાં તર્ક રજૂ કરતા કહ્યું કે….

” દેશ અને સરકારને બદનામ કરવા લોકો કહી રહ્યા છે કે ઓટોમોબાઈલ ક્ષેત્ર ધીમું થઈ ગયું છે. જો ઓટોમોબાઈલનાં વેચાણમાં ઘટાડો થઈ રહ્યો છે, તો રસ્તાઓ પર ટ્રાફિક જામ કેમ થાય છે?” લોકસભામાં ભાજપનાં સાંસદ વિરેન્દ્રસિંહ મસ્ત દ્વારા આ પ્રકારે મંદી નથી તેવું સાબિત કરી દેવામાં આવ્યું હતું.”

એ પણ એક વાત લોકો વચ્ચે ચર્ચાઇ રહી છે કે, જે દેશનાં નાણાં મંત્રી ખુદ ઓટોમોબાઈલ ક્ષેત્ર ધીમું થઈ ગયું છે. અને ઓટોમોબાઈલનાં વેચાણમાં ઘટાડો થયો છે તેના કારણમાં ઉબેર અને ઓલા જેવી કંપનીને જવાબદાર ગણાવી ચૂક્યા હોય તે સરકારનાં સામાન્ય સાંસદ આવો તર્ક રજૂ કરે તેમા નવાઇની વાત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.