Gujarat election 2022/ મોદી જેવો નેતા નહીં હોય તો દરેક શહેરમાં આફતાબ પેદા થશેઃ હિમન્ત બિશ્વા સરમા

Gujarat election 2022ના ચાલતા પ્રચાર અભિયાનમાં હવે શ્રદ્ધા વાલકરના કેસની એન્ટ્રી થઈ છે. ગુજરાતમાં ચૂંટણી માટે પ્રચાર કરવામાં આવેલા આસામના મુખ્યપ્રધાન હિમન્ત બિશ્વા સરમાએ જણાવ્યું હતું કે જો વડાપ્રધાન મોદી જેવો મજબૂત નેતા નહી હોય તો દેશના દરેકે-દરેક શહેરમાં આફતાબ પેદા થશે.

Top Stories Gujarat
Himanta મોદી જેવો નેતા નહીં હોય તો દરેક શહેરમાં આફતાબ પેદા થશેઃ હિમન્ત બિશ્વા સરમા
  • શ્રદ્ધા વાલ્કરની હત્યાને આસામના મુખ્યપ્રધાને લવજેહાદનો કેસ ગણાવ્યો
  • કેરળમાં 30 હજારથી પણ વધારે  હિંદુ મહિલાઓનું ધર્મપરિવર્તન કરી આઇએસઆઇએસને વેચી દેવાઈ
  • કેન્દ્રમાં નબળા નેતાઓના લીધે કાશ્મીરમાંથી હિંદુઓએ પલાયન થવું પડ્યું

Gujarat election 2022ના ચાલતા પ્રચાર અભિયાનમાં હવે શ્રદ્ધા વાલકરના કેસની એન્ટ્રી થઈ છે. ગુજરાતમાં ચૂંટણી માટે પ્રચાર કરવામાં આવેલા આસામના મુખ્યપ્રધાન હિમન્ત બિશ્વા સરમાએ જણાવ્યું હતું કે જો વડાપ્રધાન મોદી જેવો મજબૂત નેતા નહી હોય તો દેશના દરેકે-દરેક શહેરમાં આફતાબ પેદા થશે. આપણે આપણા સમાજની રક્ષા નહી કરી શકીએ. આ સ્પષ્ટપણે લવજેહાદનો જ કિસ્સો છે. આ તો ફક્ત બહાર આવ્યા છે તે કિસ્સાની વાત છે, હજી સુધી જે બહાર નથી આવ્યા તેની તો ખબર જ નથી.

તેમણે તાજેતરમાં જ કેરળની ફાતિમા નામની મહિલાએ કહેલી વાતને ટાંકીને જણાવ્યું હતું કે કેરળમાં 30 હજારથી પણ વધારે હિંદુ મહિલાઓ લવજેહાદનો ભોગ બની ચૂકી છે. ફક્ત એટલું જ નહી આ મહિલાઓ પાછી આઇએસઆઇએસ જેવા આતંકવાદી સંગઠનને વેચી દેવાઈ છે. જ્યારે ત્યાંની સામ્યવાદી પક્ષની સરકાર મૂક પ્રેક્ષક બનીને હિંદુઓનું ધર્માંતરણ અને લવજેહાદના કિસ્સાઓ જોઈ રહી છે. વોટબેન્ક માટે તે ત્યાં કડક પગલાં લેતી નથી અને પીએફઆઇ જેવા સંગઠનોને પાંગરવા દે છે. સામ્યવાદીઓ આમ પણ દેશવિરોધી માનસિકતા માટે જાણીતા છે અને આ જ તેનો પુરાવો છે.

કાશ્મીરમાંથી હિંદુઓએ પલાયન કરવું પડ્યું કેમકે ત્યારે મોદી જેવો મજબૂત નેતા આ દેશમાં ન હતો. જો તે સમયે આવો મજબૂત નેતા હોત તો કાશ્મીરમાંથી હિંદુઓએ પલાયન થવું પડ્યું ન હોત. તેથી જ જરૂરી છે કે ફક્ત ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં જ નહી 2024ની લોકસભા ચૂંટણીમાં પણ વડાપ્રધાન મોદીને મત આપવામાં આવે. તમારો એક મત નક્કી કરશે કે રાજ્યની સંસ્કૃતિની, તમારા સમાજની, તમારી સુરક્ષાની અને દેશની સલામતી સુનિશ્ચિત રહેશે કે નહી.

આફતાબે તેની સાથે પૂરુ જીવન જીવવા માંગતી શ્રદ્ધાના 35 ટુકડા કર્યા અને તે ટુકડા ફ્રીઝમાં રાખ્યા.આ દરમિયાન પણ તે બીજી યુવતીઓને ઘરે લાવતો હતો. તેમણે કહ્યું હતું કે હું કચ્છમાં પ્રચાર આવ્યો છું અને કચ્છ સરહદી રાજ્ય છે અને તે પાકિસ્તાનના ત્રણ હુમલા જોઈ ચૂક્યું છે. તેથી તેઓ સરહદનું મહત્વ સારી રીતે સમજે છે. તેથી સ્વાભાવિક રીતે તેમની પસંદગી તેવા જ નેતાની હશે જે દેશની સરહદોની સુરક્ષા કરી શકે.

આ પણ વાંચોઃ

અરુણાચલ પ્રદેશ/ ડોની પોલો એરપોર્ટના ઉદ્ઘાટન પર પીએમ મોદીએ કહ્યું – અમે જેનો શિલાન્યાસ કરીએ છીએ, અમે તેનું ઉદ્ઘાટન પણ કરીએ છીએ

Gujarat Assembly Election 2022/ ગુજરાતની ચૂંટણીમાં મહત્વનું રહેશે યુવાનોનું