Bhopal/ દેશને મળશે વધુ 5 વંદે ભારત ટ્રેનની ભેટ,PM મોદી ભોપાલથી બતાવશે લીલીઝંડી

ભારતીય રેલવે 27મી જૂન એટલે કે મંગળવારે દેશવાસીઓને એક સાથે પાંચ નવી વંદે ભારત ટ્રેનો ભેટ સ્વરૂપે મળશે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મધ્યપ્રદેશના પ્રવાસે છે

Top Stories India
14 1 2 દેશને મળશે વધુ 5 વંદે ભારત ટ્રેનની ભેટ,PM મોદી ભોપાલથી બતાવશે લીલીઝંડી

ભારતીય રેલવે 27મી જૂન એટલે કે મંગળવારે દેશવાસીઓને એક સાથે પાંચ નવી વંદે ભારત ટ્રેનો ભેટ સ્વરૂપે મળશે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મધ્યપ્રદેશના પ્રવાસે છે. તેઓ સવારે 11 વાગ્યે રાજધાની ભોપાલના રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી પાંચ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. આ દરમિયાન, પ્રધાનમંત્રી રાણી કમલાપતિ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ સિવાય બાકીની ચાર ટ્રેનોને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરશે.

 

 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ભોપાલથી રાણી કમલાપતિ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ, ખજુરાહો-ભોપાલ-ઈંદોર વંદે ભારત એક્સપ્રેસ, મડગાંવ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ, ધારવાડ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ અને રાંચી-પટના વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. મધ્યપ્રદેશને આ વખતે એકસાથે બે વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. ગોવા, બિહાર અને ઝારખંડને તેમની પ્રથમ વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. આ સિવાય કર્ણાટકને બીજી વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે.