ભરૂચ/ ભરૂચમાં આજથી 144ની કલમ લાગુ, જાહેરમાં 4 થી વધુ વ્યક્તિઓ એકઠા નહીં થઈ શકે

ભરૂચની જીએનએફસી કંપનીના બોઇલર વિભાગમાંથી દુબઈ ફરવા ગયેલા 12 કર્મચારીઓ પૈકી 10 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા ત્યાં જ કવોરંટાઇન કરી દેવામાં આવ્યા છે.

Top Stories Gujarat Others
સચ 1 ભરૂચમાં આજથી 144ની કલમ લાગુ, જાહેરમાં 4 થી વધુ વ્યક્તિઓ એકઠા નહીં થઈ શકે
  • આજથી 18 જાન્યુઆરી સુધી 144ની કલમ લાગુ
  • સભા, સરઘસ, રેલી, હડતાળ પર પ્રતિબંધ
  • કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
  • GNFC કંપનીના 10 કર્મીઓ દુબઈમાં કોરોના સંક્રમિત, ટાઉનશીપમાં પણ 5 થી વધુ એક્ટિવ કેસ
  • એક વિદ્યાર્થીની કોરોના પોઝિટિવ આવતા GNFC સ્કૂલને સેનેટાઇઝ કરી બે દિવસ બંધ કરાઈ
  • એમિટી શાળામાં પણ એક વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત
  • ઓફલાઈન વર્ગોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી વચ્ચે ફરી ઓનલાઈન વર્ગો શરૂ કરવા રજૂઆતો

ભરૂચમાં રોજે રોજ વધતા જતા કોરોનાના કેસો વચ્ચે જિલ્લા વહીવટી તંત્રે ધારા 18 જાન્યુઆરી સુધી 4 લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ જારી કરી દીધો છે. વધતા જતા કોરોનાના જિલ્લામાં કેસો વચ્ચે સ્કૂલોમાં હવે ઓફલાઇન શિક્ષણમાં વિધાર્થીઓમાં ઘટાડા સાથે વાલીઓએ ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા રજૂઆતો શરૂ કરી દીધી છે. સાથે જ કોરોનાની વકરતી જતી સ્થિતિ વચ્ચે સભા, સરઘસ, રેલી, મંડળી રચવા ઉપર ભરૂચ જિલ્લા અધિક કલેકટર જે.ડી. પટેલે જાહેરનામા થકી અંકુશ લાદી દીધો છે.

આલિબન 9 ભરૂચમાં આજથી 144ની કલમ લાગુ, જાહેરમાં 4 થી વધુ વ્યક્તિઓ એકઠા નહીં થઈ શકે

GNFC કંપનીના 10 કર્મીઓ દુબઈમાં કોરોના સંક્રમિત

બીજી તરફ ભરૂચની જીએનએફસી કંપનીના બોઇલર વિભાગમાંથી દુબઈ ફરવા ગયેલા 12 કર્મચારીઓ પૈકી 10 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા ત્યાં જ કવોરંટાઇન કરી દેવામાં આવ્યા છે. જેઓ 14 દિવસ દુબઈમાં જ અટવાઈ જતા પરિજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

એક વિદ્યાર્થીની કોરોના પોઝિટિવ આવતા GNFC સ્કૂલને સેનેટાઇઝ કરી બે દિવસ બંધ કરાઈ  એમિટી શાળામાં પણ એક વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત

GNFC સ્કૂલની એક વિદ્યાર્થીની પણ કોરોનાની ચપેટમાં આવી ગઈ

GNFC ટાઉનશિપમાં પણ હાલ 5 થી વધુ કોરોનાના એક્ટિવ કેસ હોવાના અહેવાલો સામે આવ્યા છે. આટલું ઓછું હોય તેમ GNFC સ્કૂલની એક વિદ્યાર્થીની પણ કોરોનાની ચપેટમાં આવી જતા શાળાને સેનેટાઇઝ કરી બે દિવસ માટે બંધ કરી દેવાઈ છે. તો શહેરની એમિટી સ્કૂલમાં પણ ધોરણ 8 નો એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો હતો. હવે જિલ્લા અને શાળાઓમાં વધતા જતા કોરોનાના કેસને લઈ વાલીઓ વિધાર્થીઓને શાળાએ મોકલવામાં પાછી પાની કરી રહ્યા હોય ઓફલાઇન વર્ગોમાં વિદ્યાર્થીઓની પાછી પાની વચ્ચે ઓનલાઈન વર્ગો શરૂ કરવા હવે સ્કૂલો ઉપર દબાવ વધી રહ્યો છે.

Covid-19 / ફ્રાન્સમાં મળ્યો કોરોનાનો નવો વેરિયન્ટ ‘IHU’, જે Omicron કરતાં વધુ ચેપી છે

Technology / રોબોટની વધતી ઉપયોગિતા, વર્ષ 2021માં 31 મિલિયન ડોમેસ્ટિક રોબોટ વેચાયા

વિવાદ / ‘રાષ્ટ્રને તોડનાર રાષ્ટ્રપિતા કેવા?’ : સંત તરુણ મુરારીએ મહાત્મા ગાંધીને કહ્યા દેશદ્રોહી