ગુજરાત/ હવે પાપડ-ભૂંગળા પર 18 % GST, જાણો કિલો દીઠ કેટલો વધારો થશે?

પાપડ અને ભૂંગળા પર GST અંગે વસૂલવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે પાપડ અને શેકેલા ભૂંગળા પર પણ 18 ટકા GST લાગશે.

Gujarat Others
ભૂંગળા

વધતી જતી મોંઘવારી એ આપણા દેશની સૌથી ગંભીર સમસ્યા છે. મોંઘવારીની કારમી ભીંસને લીધે દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું જીવન દુષ્કર બની ગયું છે. ત્યારે આવામાં વધુ સામાન્ય જનતાને વધુ એક ઝટકો લાગ્યો છે. હવે  તાજેતરમાં મળેલી 48મી GST કાઉન્સિલમાં પાપડ અને ભૂંગળા પર GST અંગે વસૂલવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે પાપડ અને શેકેલા ભૂંગળા પર પણ 18 ટકા GST લાગશે. ઓલ ઈન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશને વિરોધ કરીને સીએમને પત્ર લખી GST ન લગાવવા રજુઆત કરી છે.

કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વર્ષે 30 લાખ કિલોથી વધારે પાપડ-ભૂંગળાનું ઉત્પાદન થાય છે. અહીં સરેરાશ એક પરિવારમાં 500 ગ્રામ પાપડનો ઉપયોગ થાય છે, જેથી લોકોને 280 રૂપિયે કિલો લેખે 50 રૂપિયા વધારે ચુકવવા પડશે. ઓલ ઈન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએસને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુ દેસાઈ અને GST કમિશનર મિલિન્દ તોરવણેને પ્રેઝન્ટેશન આપીને રજૂઆત કરી છે. 2017માં GST આવ્યા પહેલા રાજ્ય સરકારે 2011માં એફિલીએટ ઓથોરિટી દ્વારા ઝીરો ટકા ટેક્સ કરાયો હતા.

શહેરમાં વર્ષે 30 લાખ કિલોના પાપડ અને ભૂંગળાનું વેચાણ થાય છે. વર્ષે લોકો 84 કરોડના પાપડ ખાઈ જાય છે, હવે તેની પર 18 ટકા GST લાગતા 15.12 કરોડ રૂપિયા વધુ ચૂકવવા પડશે. તેવી જ રીતે એક પરિવાર વર્ષે સરેરાશ 6 કિલો પાપડ ઝાપટે છે તો વર્ષે આવા પરિવારના માથે રૂ. 300થી વધુનું ભારણ આવશે.

હાલમાં અડદ પાપડનો કિલોગ્રામનો સરેરાશ ભાવ 280 રૂપિયા ગણો તો, GST ઉમેરાતાં તમારે આ એક કિલો પાપડના રૂ. 330 ચૂકવવા પડશે ! એ જ રીતે ચોખાની પાપડી કે વેફરનો ભાવ પ્રતિ કિલો રૂ. 170 ગણો તો, GST લાગતાં તેનો ભાવ રૂ. 200 થઈ જશે ! નોંધનીય છે કે, મોટાભાગના ગુજરાતી પરિવારોમાં પાપડ અને વેફરનો ઉપયોગ થતો હોય છે. પાપડના ગૃહઉદ્યોગનું ટર્નઓવર પણ મોટું છે. જેમાં મોટેભાગે મહિલાઓ અને ગરીબ પરિવારો સંકળાયેલા હોય છે. પાપડ મોંઘા થતાં વેચાણ અને ઉત્પાદન પર અસરો થવાથી ગરીબ મહિલાઓની રોજી પર પણ માઠી અસરો પહોંચશે. પ્રસંગોમાં પાપડ સહિતની આ ચીજોનો મોટો ઉપયોગ થાય છે, આ વેરો ત્યાં પણ નોંધપાત્ર પ્રમાણમાં અસરો પેદાં કરશે. જેથી હાલ ઉત્પાદકોએ વિરોધ નોંધાવ્યો છે, આગામી દિવસોમાં વપરાશકારો પણ વિરોધ નોંધાવે તો નવાઈ નહીં.

આ GSTની લાગુ થવાથી ગ્રાહકોને કેવી રીતે બોજો પડશે તે જોઈએ તો ધારો કે શહેરમાં જો વર્ષે 30 લાખ કિલો પાપડ અને ભંગાળનું વેચાણ થતું હોય તો તેના પર 18 ટકા GST લેખે 15 કરોડથી વધુ ચૂકવવા પડશે. સામાન્ય રીતે મોટાભાગે મહિલાઓ પાપડના વ્યવસાય સાથે જોડાયેલી હોય છે. એવામાં પાપડનું ઉત્પાદન કરનારા ગૃહ ઉદ્યોગોને તેની અસર થશે.

આ પણ વાંચો:ક્રોનોલોજી સમજો…! આરોગ્ય મંત્રીએ રાહુલ ગાંધીને લખેલા પત્ર પર જયરામ રમેશનો પલટવાર

આ પણ વાંચો:રોબર્ટ વાડ્રા અને તેની માતાની મુશ્કેલીઓ વધી, મની લોન્ડરિંગ કેસમાં રાજસ્થાન HCનો આવ્યો ચુકાદો

આ પણ વાંચો: બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશે લંચ પછી તરત જ ત્રીજી વિકેટ ગુમાવીઃ 87-3