Not Set/ રેમેડિસીવીર ઈન્જેકશન માટે ઝાયડ્સ હોસ્પિટલમાં લોકોએ લગાવી લાંબી લાઈન

કોરોનાના કેસ વધતા ગુજરાતની પરિસ્થિતિ ખુબ જ ગંભીર જોવા મળી જોવા રહી છે.છેલ્લા અઠવાડિયાથી કેસ 2000 ને પાર જતા જોવા મળી રહ્યા છે.તેમાં પણ ગુજરાતના 4 મહાનગરો અમદાવાદ,રાજકોટ,સુરત,વડોદરા માં કોરોના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે.તેમાં અમદાવાદમાં કેસ વધુ  આવી રહ્યા છે. હાલના કેસમાં  ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓની સંખ્યા ખૂબ વધુ હોવાથી આ તમામ […]

Ahmedabad Gujarat
Untitled 6 રેમેડિસીવીર ઈન્જેકશન માટે ઝાયડ્સ હોસ્પિટલમાં લોકોએ લગાવી લાંબી લાઈન

કોરોનાના કેસ વધતા ગુજરાતની પરિસ્થિતિ ખુબ જ ગંભીર જોવા મળી જોવા રહી છે.છેલ્લા અઠવાડિયાથી કેસ 2000 ને પાર જતા જોવા મળી રહ્યા છે.તેમાં પણ ગુજરાતના 4 મહાનગરો અમદાવાદ,રાજકોટ,સુરત,વડોદરા માં કોરોના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે.તેમાં અમદાવાદમાં કેસ વધુ  આવી રહ્યા છે. હાલના કેસમાં  ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓની સંખ્યા ખૂબ વધુ હોવાથી આ તમામ દર્દીઓને ICUમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. આ દર્દીઓને તેમના ક્રિટિકલ સમયમાં રાહત આપવા માટે પ્રાયમરી સ્ટેજ પર રેમડિસિવીર ઈન્જેકશન આપવામાં આવે છે. જેને કારણે રેમડેસિવીર ઈન્જેક્શન ખરીદવા માટે 24 કલાકથી અમદાવાદના થલતેજ  વિસ્તારની ઝાયડસ હોસ્પિટલના ફાર્મસી સ્ટોર પર 100થી વધુ લોકો લાઈન જોવા મળી રહી હતી.

આ ઈન્જેકશનના બજારમાં ડિસ્ટ્રિબ્યૂટર પાસે 899થી લઈને 5400 સુધી અલગ અલગ કંપનીના ભાવ મુજબ મળે છે. જેમાં ઝાયડ્સ કેડિલા કંપની લોકોને સૌથી સસ્તા ભાવે રૂ.899માં ઈન્જેકશનનું વેચાણ કરતી હોવાથી લોકો લાઈન લગાવી રહ્યા છે. જોકે આ

ઈન્જેકશનના રાજયસરકારની તેમજ પ્રાયવેટ હોસ્પિટલમાં પણ મળે છે તેમ છતાં લોકોમાં ડરને લીધે તેઓ આ ઈન્જેકશનની અછત સર્જાશે અને કેટલાક લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં આ ઈન્જેકશન મળતા ન હોવાથી તેઓ લાઇન લગાવીને ઉભા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ