ભાવનગર,
ભાવનગરના તળાજાના મણાર ગામેથી મનસુખ માંડવીયા પ્રેરિત ગાંધીના મહાવ્રતો ઉજાગર કરતી પદયાત્રાનો મણારથી પ્રારંભ થયો હતો. આ પદયાત્રાનો ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્રારા પ્રસ્થાન સભા સાથે પ્રારંભ કરાવામાં આવ્યો હતો. ગઈકાલથી પ્રારંભ થયેલી પદયાત્રા શરુ થયા બાદ અલગ અલગ ગામોમાં સભાઓ અને કાર્યક્રમ યોજાશે.
તળાજાના મણાર ગામેથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પ્રેરિત ગાંધીના મહાવ્રતો ઉજાગર કરતી પદયાત્રાનો મણારથી પ્રારંભ થયો હતો. સાત દિવસ ચાલનારી આ પદયાત્રાનો ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્રારા પ્રસ્થાન સભા સાથે પ્રારંભ કરાવામાં આવ્યો હતો. જે ત્રાંપજ થઇને રાત્રિનાં સમયે બેલા ગામ ખાતે પહોચી રાત્રિ રોકાણ કરશે.
ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિ નિમિતે ૧૫૦ કિલોમીટરની યાત્રામાં ૧૫૦ લોકો કાયમી જોડાશે. ગાંધીનાં મૂલ્યોનાં માર્ગે પદયાત્રાનું આયોજન દરમિયાન રાજકીય, ઉદ્યોગપતિ અને સ્પોટ સહિતના મહાનુભાવો હાજરી આપશે. તેમજ સાત દિવસનાં પદયાત્રા કાર્યક્રમમાં પરસોતમ રૂપાલા, મોરારીબાપુ, રાજ્યપાલ સહીત મહાનુભાવો પણ હાજરી આપવાના છે.
આજ થી પ્રારંભ થયેલી પદયાત્રા શરુ થયા બાદ અલગ અલગ ગામોમાં સભાઓ અને કાર્યક્રમ યોજાશે. અને ત્યાં અલગ અલગ કાર્યક્રમો આપવાના છે જેમાં પરસોતમ રૂપાલા ૧૭ તારીખે બેલા ગામે જાત મેહનત શીર્ષક પર પોતાનું વક્તવ્ય આપશે મનસુખ માંડવિયાએ ગાંધીજીના મહાવ્રોતોને પદ યાત્રા દ્વારા ઉજાગર કરવા એક ઝુંબેશ ઉપાડી છે.
ભાવનગર જિલ્લાના મણાર થી ૧૫૦ કિલોમીટરની કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્રારા કાઢવામાં આવેલી પદયાત્રા આજે ભાવનગર શહેર જીલ્લાનાં ભાજપ અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં અને આ પદયાત્રાએ ત્રાંપજ તરફ આગળ વધી હતી. જે સાત દિવસની પદયાત્રા ૧૫૦ કિલોમીટરનું અંતર કાપી લોકભારતી સણોસરા ખાતે તા.૨૨ મી જાન્યુઆરીનાં રોજ સમાપન સમારંભ યોજાશે. જે સમાપન સમારંભ પ્રસંગે વડાપ્રધાન અને મુખ્યમંત્રી વિડિઓ કોન્ફરન્સનાં માધ્યમ થી જીવંત પ્રસારણમાં સાથે રહેશે. આ પદયાત્રાનાં માધ્યમ થી ગાંધી મહાવ્રતો પર મંથન કરવાનો મુખ્ય ધ્યેય ખાસ ઉજાગર કરવામાં આવશે.