Cadila CMD Rajiv Modi/ મહેસાણાના એક કાર્યક્રમમાં કેડીલાના CMD રાજીવ મોદીની તબિયત લથડી, બલ્ગરેયિન યુવતી પર દુષ્કર્મ મામલે નોંધાઈ છે ફરિયાદ

મહેસાણાના એક કાર્યક્રમમાં કેડીલાના CMD રાજીવ મોદીની તબિયત અચાનક લથડી.

Top Stories Gujarat Others

અમદાવાદ : મહેસાણાના એક કાર્યક્રમમાં કેડીલાના CMD રાજીવ મોદીની તબિયત અચાનક લથડી. બલ્ગરેયિન યુવતી પર દુષ્કર્મ મામલામાં કલીન ચીટ મેળવનાર કેડીલાના CMD રાજીવ મોદી મહેસાણાના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન અચાનક રાજીવ મોદી ઢળી પડ્યા. રાજીવ મોદીની તબિયત લથડતા તેમને તાત્કાલિક મહેસાણાના કાર્યક્રમમાંથી અમદાવાદ લાવવામાં આવ્યા. અને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

મહેસાણાના કડીના રાજપુર સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં કેડીલાના CMD રાજીવ મોદી ગઈકાલે યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા પંહોચ્યા હતા. જ્યાં ચાલુ કાર્યક્રમમાં તેમની તબિયત લથડતા સીધા અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. મહેસાણામાં ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં 278 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. સાથે વિવિધ શાખાના 7 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા. અને 27 વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. કેડીલાના CMD રાજીવ મોદી ઇન્દ્રશીલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ છે. ગઈકાલે દીક્ષાંત સમારોહ તેમના દ્વારા ખુલ્લો મૂકાયા બાદ આ ઘટના બનવા પામી હતી.

નોંધનીય છે કે ઇન્દ્રશીલ યુનિવર્સિટીના સ્થાપના 2017માં કરવામાં આવી હતી. તેમજ ઈન્દ્રશીલ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને વૈશ્વિક વ્યાવસાયીકરણ સાથે વિકસાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે વિદેશી યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન છે. જે અંતર્ગત IU વિનિમય કાર્યક્રમો અને આંતરરાષ્ટ્રીય ઇન્ટર્નશીપ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આંતરરાષ્ટ્રીય સ્તરે સંપર્કો મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આ યુનિવર્સિટીના માધ્યમથી મહત્વની તક મળે છે જે તેમને વૈશ્વિક એક્સપોઝર સાથે સક્ષમ બનાવે છે. ઇન્દ્રશીલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રાજીવ મોદી દુષ્કર્મ કેસનો સામનો કરી રહ્યા છે. તેમની કંપનીમાં કામ કરતી બલ્ગેરિયન યુવતીએ કેડીલાના CMD રાજીવ મોદી વિરુદ્ધ દુષ્કર્મ મામલે હાઈકોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. રાજીવ મોદી વિરુદ્ધ IPCની કલમ 376, 354, 506(2) મુજબ ફરિયાદ નોંધાઈ છે. જો કે દુષ્કર્મના આ વિવાદાસ્પદ કેસમાં રાજીવ મોદીને પોલીસના સમરી રીપોર્ટમાં કલીન ચીટ આપવામાં આવી છે. મહત્વનું છે કે અગાઉ રાજીવ મોદીના પત્ની મોનિકા ગરવારે પણ છૂટાછેડા લેતા પહેલા પતિ વિરુદ્ધ મારપીટ અને વ્યભિચારની ફરિયાદ કરી હતી. જેના બાદ બંને પક્ષના વકીલોએ દરમ્યાનગીરી કરતા રાજીવ મોદીએ છૂટાછેડા આપતા પત્નીની કાયમી ભરણ પોષણ માટે 200 કરોડની ચૂકવણી કરી હતી અને 17 વર્ષના પુત્રનો કબજો લીધો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Ahmedabad-Fire Incident/બોપલના TRP મોલમાં ગેમિંગ ઝોનમાં ભીષણ આગ દુર્ઘટના, ભારે જહેમત બાદ 2 કલાકમાં મેળવ્યો કાબૂ, જાનહાનિ ટળી

આ પણ વાંચોઃ Cyber Fraud/MICA ના વડા શૈલેન્દ્ર રાજ મહેતા સાથે કરોડથી વધુ રકમનો સાઇબર ફ્રોડ

આ પણ વાંચોઃ Surat/ સુરતના ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી અવસાન

આ પણ વાંચોઃ Ahmedabad Incident/વાડજની પરિણીતા પાસે સાસરિયાઓએ  કરી દહેજની માંગણી, પતિએ છૂટાછેડા માંગતા આપ્યું