Not Set/ ઔરંગાબાદ રેલ દુર્ઘટના પર રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ, કહ્યુ- પ્રવાસી મજૂરો સાથેના વ્યવહાર પર આવી રહી છે શરમ

મહારાષ્ટ્રનાં ઔરંગાબાદમાં ઘણા પરપ્રાંતિય મજૂરોનાં મોત પર દુઃખ વ્યક્ત કરતા કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું હતું કે, રાષ્ટ્ર નિર્માણ કરનારા મજૂરો સાથે કરવામાં આવતા વ્યવહાર પર આપણને શરમ થવી જોઈએ. તેમણે ટ્વિટ કર્યું હતું કે, માલગાડી દ્વારા કચડાઇને મજૂર ભાઇ-બહેનોની મોતનાં સમાચાર પર હું ચોંકી ગયો છું. આપણા રાષ્ટ્ર નિર્માતાઓ સાથે કરવામાં આવતા […]

India
bfdcd26feb9bb2b844b98b1f34389139 1 ઔરંગાબાદ રેલ દુર્ઘટના પર રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ, કહ્યુ- પ્રવાસી મજૂરો સાથેના વ્યવહાર પર આવી રહી છે શરમ

મહારાષ્ટ્રનાં ઔરંગાબાદમાં ઘણા પરપ્રાંતિય મજૂરોનાં મોત પર દુઃખ વ્યક્ત કરતા કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું હતું કે, રાષ્ટ્ર નિર્માણ કરનારા મજૂરો સાથે કરવામાં આવતા વ્યવહાર પર આપણને શરમ થવી જોઈએ. તેમણે ટ્વિટ કર્યું હતું કે, માલગાડી દ્વારા કચડાઇને મજૂર ભાઇ-બહેનોની મોતનાં સમાચાર પર હું ચોંકી ગયો છું. આપણા રાષ્ટ્ર નિર્માતાઓ સાથે કરવામાં આવતા વ્યવહારથી આપણને શરમ આવી જોઈએ.”

રાહુલ ગાંધીએ કહ્યું કે, “માર્યા ગયેલા લોકોનાં પરિવાર પ્રત્યેની સંવેદના અને ઇજાગ્રસ્તોની ઝડપથી રિકવરી માટે પ્રાર્થના કરું છું.” નોંધનીય છે કે, મહારાષ્ટ્રનાં ઔરંગાબાદ જિલ્લામાં રેલ્વેનાં પાટા પર સુઇ રહેલા ઓછામાં ઓછા 14 પ્રવાસી મજૂરોને શુક્રવારે સવારે માલગાડીએ પોતાની ઝપેટમાં લીધા હતા, જેના કારણે તેઓનુ મોત થયુ હતુ.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કર્માડ પોલીસ સ્ટેશન હેઠળ સવારે પાંચ વાગ્યે સર્જાયેલા અકસ્માતમાં અન્ય બે મજૂર પણ ઘાયલ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.