પેરુમાં શુક્રવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીંના લીમા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રનવે પર એક પ્લેન ફાયર ટ્રક સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક ઉડી ગઈ હતી અને પ્લેનને પણ નુકસાન થયું હતું. આ અકસ્માતમાં ટ્રકમાં સવાર બે ફાયરમેનના મોત થયા હતા. સદનસીબે, વિમાનમાં સવાર તમામ 102 મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. આ ખતરનાક ઘટનાનો એક ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, LATAM એરલાઈન્સનું એક પેસેન્જર પ્લેન લીમા એરપોર્ટ પર ટેક-ઓફ માટે રનવે પર હતું. પ્લેન ઉડાન ભરવાનું હતું ત્યારે સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાયું હતું. અધિકારીઓનું કહેવું છે કે અત્યારે એરપોર્ટ પર ફ્લાઈટ્સ બંધ કરી દેવામાં આવી છે અને એરબસ A320neoના તમામ મુસાફરો અને ક્રૂની દેખભાળ કરવામાં આવી રહી છે.
ટક્કર બાદ પ્લેનમાં લાગી હતી આગ
વીડિયોમાં જોઈ શકાય છે કે LATAM એરલાઈન્સના પ્લેનમાં ટ્રક સાથે અથડાયા બાદ આગ લાગી છે. જો કે મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે. બીજી તરફ ફાયર વિભાગના જનરલ કમાન્ડર લુઈસ પોન્સે કહ્યું છે કે બે ફાયર ફાઈટરના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે અન્ય એક ઘાયલ છે. દુર્ઘટના સમયે વિમાન અને ટ્રક બંને ખૂબ જ સ્પીડમાં હતા.
રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યો શોક
પેરુના રાષ્ટ્રપતિ પેડ્રો કાસ્ટિલોએ બે અગ્નિશામકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના એક ટ્વિટમાં મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મળતી માહિતી મુજબ લિમા એરપોર્ટથી આ ફ્લાઈટ જુલિયાકા શહેર તરફ જઈ રહી હતી.
આ પણ વાંચો:ડોની પોલો એરપોર્ટના ઉદ્ઘાટન પર પીએમ મોદીએ કહ્યું – અમે જેનો શિલાન્યાસ કરીએ છીએ, અમે તેનું
આ પણ વાંચો:આજથી PM મોદી 3 દિવસ ગુજરાત ચૂંટણી માટે કરશે પ્રચાર, જાણો કયા દિવસે અને ક્યાં તેમની રેલી,
આ પણ વાંચો: આજથી ગુજરાતમાં ભાજપની પ્રચાર ધુરા પીએમ મોદીના હાથમાંઃ