Not Set/ Johnson & Johnson એ બંધ કર્યુ Covid-19 વેક્સીનનું ટ્રાયલ, જાણો શું છે કારણ

સમગ્ર દેશમાં કોરોનાવાયરસ સંક્રમણની સંખ્યા 4 કરોડની નજીક પહોંચી ગઈ છે. કોરોના વેક્સીનની શોધ માટે વિવિધ દેશોમાં પરીક્ષણ ચાલી રહ્યુ છે. દરમિયાન, યુ.એસ. મેડિકલ ડિવાઇસ ઉત્પાદક જ્હોનસન એન્ડ જ્હોનસન કોવિડ-19 વેક્સીનનાં ટ્રાયલ હાલમાં અટકાવી દીધેલ છે. જ્હોનસન એન્ડ જ્હોનસને સોમવારે કહ્યું હતું કે, તે COVID-19 વેક્સીનની ટ્રાયલને અસ્થાયી રૂપે અટકાવી રહેલ છે કારણ કે તેનો […]

World
7a21bda23178b1ed70138a33717c60d5 Johnson & Johnson એ બંધ કર્યુ Covid-19 વેક્સીનનું ટ્રાયલ, જાણો શું છે કારણ

સમગ્ર દેશમાં કોરોનાવાયરસ સંક્રમણની સંખ્યા 4 કરોડની નજીક પહોંચી ગઈ છે. કોરોના વેક્સીનની શોધ માટે વિવિધ દેશોમાં પરીક્ષણ ચાલી રહ્યુ છે. દરમિયાન, યુ.એસ. મેડિકલ ડિવાઇસ ઉત્પાદક જ્હોનસન એન્ડ જ્હોનસન કોવિડ-19 વેક્સીનનાં ટ્રાયલ હાલમાં અટકાવી દીધેલ છે. જ્હોનસન એન્ડ જ્હોનસને સોમવારે કહ્યું હતું કે, તે COVID-19 વેક્સીનની ટ્રાયલને અસ્થાયી રૂપે અટકાવી રહેલ છે કારણ કે તેનો એક સહભાગીઓમાંથી એક બીમાર થઇ ગયો છે.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું, “અમારી કોવિડ-19 વેક્સીનનાં ક્લીનિકલ ટ્રાયલ માટે સહભાગીઓને વધુ ડોઝ આપવાનું બાકી રાખ્યું છે. આમા તબક્કા 3 નો ટ્રાયલ શામેલ છે. એક સહભાગી સંશોધન દરમિયાન બીમાર થવાના કારણે આ પગલું લેવામાં આવ્યું છે.” આ રોકનો અર્થ એ છે કે 60,000 દર્દીઓની ક્લિનિકલ ટ્રાયલ માટે ઓનલાઇન નોંધણી સિસ્ટમને બંધ કરી દેવામાં આવી છે, જ્યારે સ્વતંત્ર સલામતી સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. જણાવી દઇએ કે, કોરોના રોગચાળાનાં સમયગાળા દરમિયાન, COVID-19 વેક્સીનની ઉણપ અનુભવાઈ રહી છે. આને ધ્યાનમાં રાખીને, વિશ્વનાં વિવિધ દેશો વેક્સીનને શોધવા માટે ટોચની ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાથે સંશોધન કરી રહેલ છે.

આ પણ વાંચો – #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 55 હજારથી વધુ કેસ

કોરોનાવાયરસ વિશ્વનાં 180 થી વધુ દેશોમાં ઘેરાયેલા છે. વિશ્વમાં સંક્રમિત કુલ COVID-19 ની સંખ્યા 3.74 કરોડને પાર પહોંચી ગઈ છે. વળી આ વાયરસને કારણે 10.76 લાખ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે 2.60 કરોડથી વધુ દર્દીઓ કોરોનાવાયરસને હરાવવામાં સફળ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ