Not Set/ મોરબીમાં ભાજપ અને પાસના આગેવાનો વચ્ચે ઘર્ષણ

મોરબીમાં ભાજપ અને પાસના આગેવાનો સામસામે આવી ગયા હતા.રવાપાર રોડ પર બાપાસીતારામ ચોકમાં આતશબાજી કાર્યક્રમમાં ભાજપ અને પાસના આગેવાનોને કોઇ સામાન્ય બાબતે બોલાચાલી થઇ હતી.જો કે આ બોલાચાલી ઉગ્ર થતાં પાસના આગેવાનો અને ભાજપ વચ્ચે ઘર્ષણ થયું હતું અને બન્ને સામસામે આવી ગયા હતા.આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મામલો […]

Gujarat
bjp flag l pti 1 મોરબીમાં ભાજપ અને પાસના આગેવાનો વચ્ચે ઘર્ષણ

મોરબીમાં ભાજપ અને પાસના આગેવાનો સામસામે આવી ગયા હતા.રવાપાર રોડ પર બાપાસીતારામ ચોકમાં આતશબાજી કાર્યક્રમમાં ભાજપ અને પાસના આગેવાનોને કોઇ સામાન્ય બાબતે બોલાચાલી થઇ હતી.જો કે આ બોલાચાલી ઉગ્ર થતાં પાસના આગેવાનો અને ભાજપ વચ્ચે ઘર્ષણ થયું હતું અને બન્ને સામસામે આવી ગયા હતા.આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો.વધુમાં પાસના આગેવાન ટી.ડી.પટેલે જણાવ્યું હતું કે બાપાસિતારામ ચોકમાં આતશબાજી સમયે સામાન્ય બાબતે ધારાસભ્ય અમૃતિયાની હાજરીમાં ભાજપના લોકોએ ઝપાઝપી કરી હતી.