Not Set/ રાજસ્થાનમાં ગૌરક્ષાના નામે યુવકને રહેંસી નંખાયો

અલવર, રાજસ્થાનના અલવર જિલ્લામાં ફરી એકવાર કથિત ગૌરક્ષકો દ્વારા એક યુવકની હત્યા કરવામાં આવી છે. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ પણ કરી છે. સુત્રોના જણાવ્યા મુજબ ઉશ્કેરાયેલી ભીડે ગૌવંશોને લઈ જઈ રહેલ ૨ લોકો પર તસ્કરીની શંકાના આધારે હુમલો કર્યો હતો. જેમાં ૧ વ્યક્તિને ટોળાએ ઢોર માર મારતા તેનુ મોત થયુ હતું. આ વ્યક્તિનુ […]

India
cow cattle759 રાજસ્થાનમાં ગૌરક્ષાના નામે યુવકને રહેંસી નંખાયો
અલવર,
રાજસ્થાનના અલવર જિલ્લામાં ફરી એકવાર કથિત ગૌરક્ષકો દ્વારા એક યુવકની હત્યા કરવામાં આવી છે. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ પણ કરી છે.
સુત્રોના જણાવ્યા મુજબ ઉશ્કેરાયેલી ભીડે ગૌવંશોને લઈ જઈ રહેલ ૨ લોકો પર તસ્કરીની શંકાના આધારે હુમલો કર્યો હતો. જેમાં ૧ વ્યક્તિને ટોળાએ ઢોર માર મારતા તેનુ મોત થયુ હતું. આ વ્યક્તિનુ નામ મોહમ્મદ હોવાનુ જાણવા મળ્યુ છે. જ્યારે તેની સાથે રહેલ તાહિર ગંભીર રીતે ઘાયલ થયો છે. પકડાયેલ આરોપી સગીર વયનો છે, તેની ઉંમર ૧૬ વર્ષ છે. જેથી બાળ અપરાધી ધારા અંતર્ગત તેની ધરપકડ કરાઈ છે. તેની સાથે અન્ય છ લોકો પણ આ હત્યામાં સામેલ હતા.
પોલીસનો દાવો છે કે આ એક પ્રોફેશનલ ગ્રુપ છે, જે ગૌરક્ષકોના નામ પર લોકોને લૂંટવાનુ કામ કરે છે. પોલીસે અન્ય આરોપીઓના નામ પણ જાણી લીધા છે, આજ આરોપીઓએ ગત એપ્રિલ મહિનામાં અલવર જિલ્લામાં પહલુખાન નામના ડેરી વેપારી પર હુમલો કર્યો હતો. જેમાં પહલુખાનનુ મોત થયુ હતું.
માનવામાં આવી રહ્યુ છે કે, તાજેતરમાં કરવામાં આવેલ હત્યા પણ હરીયાણા-રાજસ્થાન બોર્ડર પર કરાઈ છે. ઉમર મોહમ્મદ અને તાહિર પીકઅપ ટ્રકમાં હરીયાણાથી ગૌવંશોને ભરીને ભરતપુર તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં જ ભીડે તેમને ઘેરીને ઢોર માર માર્યો હતો, તેમજ તેમની ગાડીમાં પણ તોડફોડ કરી હતી.  જેમાં એકનુ મોત થયુ છે, જ્યારે એક સારવાર હેઠળ છે.