Rajasthan News :કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લોકસભા ચૂંટણીને લઈને આજે રાસ્થાનના અલવરમાં પહેલો રોડ શો કર્યો હતો.અલવરના શહીદ સ્મારકથી બપોરે એક વાગ્યે રોડ શો શરૂ થયો હતો. દરમિયાન પ્રિયંકાએ હાથ જોડીને લોકોનું અભિવાદન કર્યું હતું.
અલવર લોકસભા ક્ષેત્રથી કોંગ્રેસના ઉમેદવાર લલીત યાદવના સમર્થનમાં રોડ શો 1.50 વાગ્યે પૂરો થયો હતો. પ્રિયંકાએ 2.7 કિસોમીટર સુધી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. પ્રિયંકા સાથે રથમાં પૂર્વ સીએમ અશોક ગહેલોત, રાજસ્થાનના કોગ્રેસ પ્રભારી સુખજીંદર સિંહ રંદાવા , ટીકીરામ ઝુલી અને પૂર્વ મંત્રી બંવર જીતેન્દ્ર સિંહ પણ હાજર હતા.
રોડ શોમાં અલવર લોકસભા ક્ષેત્રની 8 વિધાનસભા સીટોના કાર્યકર્તાઓ પણ સાથે ચાલી રહ્યા હતા. તેમણે પ્રિયંકા ગાંધી સાથે રથ નજીક આવીને મુલાકાત લીધી હતી.
શહાદ સ્મારકથી શરૂ થયેલો રોડ શો મન્ની ના બડ, ચર્ચ રોડ, હોપ સર્કલ, કલાકંદ માર્કેટ, ગંટાઘર, કાશીરામ ચૌરાહાથી પસાર થતા રોડ નંબર 2 પર પૂરો થયો હતો. રોડ શો ભગતસિંહ સર્કલ ખાતે પૂરો થવાનો હતો પરંતુ 300 મીટર પહેલા જ રોડ નંબર 2 ઉપર અટકાવી દેવાયો હતો. બાદમાં પ્રિયંકા બાંદીકુઈ (દૌસા)માં જનસભા માટે કારમાં રવાના થઈ હતી.
આ પણ વાંચો:ઈરાન-ઈઝરાયેલ વિવાદ અંગે જયશંકરે વ્યક્ત કરી ઊંડી ચિંતા, આપી આ સૂચના
આ પણ વાંચો:બાડમેરમાં મહિલાએ અર્ધનગ્ન કરાવી પરેડ, પરિણીત પુરુષ સાથે અફેર હોવાના આરોપ
આ પણ વાંચો:જપ્ત કરાયેલા જહાજમાં સવાર 17 ભારતીયોને મુક્ત કરવામાં ભારત વ્યસ્ત, નવી દિલ્હીથી તેહરાન સુધીની બેઠકો
આ પણ વાંચો:બીજેપીના મેનીફેસ્ટો પર મલ્લીકાર્જુને પોતાના વિચાર વ્યક્ત કર્યા