Mallikarjun Khadge/ બીજેપીના મેનીફેસ્ટો પર મલ્લીકાર્જુને પોતાના વિચાર વ્યક્ત કર્યા

મોદી દસ વર્ષમાં ગરીબો માટે કંઈ કરી શક્યા નથી

Top Stories India
Beginners guide to 2024 04 14T150701.629 બીજેપીના મેનીફેસ્ટો પર મલ્લીકાર્જુને પોતાના વિચાર વ્યક્ત કર્યા

Delhi News : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેએ બીજેપીના મેનીફેસ્ટો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મોદીની ગેરેન્ટીમાં તેમણે લોકોને બે કરોડ નોકરી આપવાની ગેરેન્ટી આપી હતી. તે સિવાય કાળુ ધન બહારથી લાવીને 15 લાખ આપવાની પણ  લોકોને ગેરેન્ટી આપી હતી. એમએસબી વધારીશું કહીને લીગલ સ્ટેટસ આપવાની ગેરેન્ટી આપી હતી.  ખેડૂતોની આવક બમણી કરવાનું કહ્યું હતું તેની પણ ગેરેન્ટી આપી હતી. પોતાના કાર્યકાળમાં તેમણે કોઈ મોટુ કામ નથી કર્યું કે જેથી દેશની જનતા યુવાઓ અને ખેડૂતોને તેનાથી લાભ થાય.

વધુમાં ખડગેએ કહ્યું કે યુવકો નોકરી માટે રસ્તા પર આવી ગયા છે. ફૂગાવો એટલો વધ્યો છે કે ખાવા પીવાની કિંમત આસમાનને આંબી ગઈ છે. તેની તેમને ફિકર નથી. તેમણે જે પહેલા ટ્રેલર બતાવ્યું હતું તેમાં  ડિઝલ, ગેસ કે પેટ્રોલની કમી દેખાતી ન હતી. મોદી દસ વર્ષમાં ગરીબો માટે કંઈ ન કરી શક્યા .કોઈ સરકાર નાના કાર્યકાળમાં સેંકડો રૂપિયા ન વધાર્યા. જ્યારે મોદી દસ વર્ષમાં ગરીબો માટે કંઈ ન કરી શક્યા. આ બધા ઉદાહરણો તમારી સામે છે.  તેમનો મેનીફેસ્ટો જોવો અને તેની પર વિશ્વાસ કરવો તે ઠીક નથી. તેનાથી એ સાબિત થાય કે લોકોને આપવા તેમની પાસે કંઈ નથી. મેનીફેસ્ટોમાં કહે છે કે આટલા કિલોમીટર રોડ બનાવ્યા વગેરે. પરંતુ હકીકત શું છે. લોકોના પેટ ભરવા તમે શું કર્યું. અમે તો ફૂડ સ્કિયુરિટી એક્ટ લાવ્યા. કાનુન લાવીને લોકો માટે લીગલાઈઝ કર્યું. તમે અમારા પાંચ કિલોગ્રામ રાશનમાં વધારો કર્યો તેમાં કંઈ નવું નથી. પહેલા અમે 35 કિલો રાશન આપતા હતા તેમાં તમે વધારો કર્યો છે. કોઈ રાજ્યમાં ફ્રી તો કોઈ રાજ્યમાં એક રૂપિયામાં રાશન આપે જ  છે.

તમે અમદાવાદથી મુબઈ બુલેટ ટ્રેન લાવવાની વાત કરી. જે વ્યક્તિ 500 કિમી બુલેટ ટ્રેન ન લાવ્યા તે કન્યાકુમારીથી કાશ્મીર અને વેસ્ટ બંગાળથી ગુજરાત સુધી ક્યારે લાવશે. આ બધા જુઠ્ઠા વાયદા છે. હંમેશા જુઠ્ઠુ બોલીને બે ચૂંટણી જીતી પરંતુ હવે ત્રીજી ચૂંટણીમાં નહી ચાલે. પરંતુ લોકો એક વાર વિશ્વાસ મુકે છે. પણ આવી ચીજો બોલવાને બદલે પોતાના મેનીફેસ્ટોમાં લોકો માટે ગરીબ અને યુવાઓ માટે શું કરવાના છે તે પહેલા જણાવે.

ગરીબોને લુંટયા તે જેલ જઈ રહ્યા છે. મોદીની ગેરન્ટી છે કે તેમની વિરૂધ્ધ કાર્યવાહી થતી રહેશે.  જેમણે લૂંટ્યા છે તે તેમની ઝોળીમાં છે. તેઓ વોશિંગ મશીનમાં ક્લીન થઈને બહાર આવ્યા છે.  25 જણાને ઈડી અને આઈટીના કેસ નાખીને ડરાવી ધમકાવીને પકડ્યા છે. જેમને પકડ્યા છે તે તો ભ્રષ્ટ્ચારી છે. જો  ભ્રષ્ટ્રાચારીને છોડવાના નથી તો તેમને પકડીને તમારા ખોળામાં કેમ બેસાડ્યા, એમ ખડગેએ વધુમાં કહ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત શાહની રેલીમાં ભાજપ તાકાત બતાવશે, કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પ્રવાસ નક્કી થવાનો બાકી

આ પણ વાંચો:ભાજપને સૌથી મોટુ દાન આપનાર મેઘા એન્જિનયરિંગ કંપની પર CBIની કાર્યવાહી

આ પણ વાંચો:ભારતમાં આરોગ્યની સ્થિતિ સુધારવા યોગ્ય વિશ્લેષણ અને પગલા લેવા જરૂરી: લેન્સેટ