Not Set/ મહિલાએ હિજાબમાં કર્યો પોલ ડાન્સ, પાકિસ્તાની-કેનેડિયન પત્રકાર તારિક ફતેહે વીડિયો કર્યો શેર

દિવસ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો શેર કરવામાં આવે છે, જે આશ્ચર્યજનક હોય છે. તો કેટલાક વીડિયો વાયરલ થઇ જાય છે. તાજેતરમાં જ પાકિસ્તાની-કેનેડિયન પત્રકાર તારિક ફતેહે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. શેર કરેલા વીડિયોમાં એક મહિલા હિજાબમાં પોલ ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વ્યૂઝ […]

Top Stories India
Pole Dance in Hizab મહિલાએ હિજાબમાં કર્યો પોલ ડાન્સ, પાકિસ્તાની-કેનેડિયન પત્રકાર તારિક ફતેહે વીડિયો કર્યો શેર

દિવસ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો શેર કરવામાં આવે છે, જે આશ્ચર્યજનક હોય છે. તો કેટલાક વીડિયો વાયરલ થઇ જાય છે. તાજેતરમાં જ પાકિસ્તાની-કેનેડિયન પત્રકાર તારિક ફતેહે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. શેર કરેલા વીડિયોમાં એક મહિલા હિજાબમાં પોલ ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને યૂઝર્સ પણ જુદા જુદા રિએક્શન આપી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, આ વીડિયોને 29 જાન્યુઆરીએ એક પત્રકારે ઇસ્લામિક કટ્ટરવાદીઓ પર સવાલ ઉઠાવવા શેર કર્યો હતો. કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, “હિજાબી પોલ ડાન્સર પાસેથી, મેં સાંભળ્યું છે કે આ મહિલા જલ્દીથી તમારી નજીકનાં શાહીન બાગ આવી રહી છે.”

સફેદ અને કાળા રંગનાં કપડા પહેરેલ અને માથામાં હિજાબ પહેરેલી મહિલાનું ડાન્સ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે, તો બીજી તરફ મુસ્લિમ સમાજનાં લોકો પત્રકાર તારિક ફતેહની ટીકા કરી રહ્યા છે. કેટલાક લોકોએ કોમેન્ટ બોક્સમાં ગાળો પણ લખી દીધી છે. બીજી તરફ ઘણા લોકો તેમનું સમર્થન કરી રહ્યા છે. બસ, આ સમયે આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. લોકો કોમેન્ટ બોક્સમાં વિવિધ પ્રકારની વાતો કરતા જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.