Not Set/ બજેટ એટલુ લાંબુ હતુ કે મને તે સમજવામાં મુશ્કેલી પડી : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ

સંસદમાં આજે એટલે કે શનિવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે મોદી સરકારનાં કાર્યકાળનું બીજું બજેટ 2020-21 રજૂ કર્યું. નાણાં પ્રધાને સંસદમાં લગભગ 160 મિનિટ (2:40 કલાક) નોન સ્ટોપ ભાષણ આપ્યું હતું. તેમના બજેટને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે ‘ખૂબ લાંબું’ ગણાવ્યું હતું. પત્રકારો સાથે વાત કરતા મનમોહનસિંહે કહ્યું કે તે એટલું લાંબું […]

Top Stories India
Former Prime Minister બજેટ એટલુ લાંબુ હતુ કે મને તે સમજવામાં મુશ્કેલી પડી : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ

સંસદમાં આજે એટલે કે શનિવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે મોદી સરકારનાં કાર્યકાળનું બીજું બજેટ 2020-21 રજૂ કર્યું. નાણાં પ્રધાને સંસદમાં લગભગ 160 મિનિટ (2:40 કલાક) નોન સ્ટોપ ભાષણ આપ્યું હતું. તેમના બજેટને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે ‘ખૂબ લાંબું’ ગણાવ્યું હતું. પત્રકારો સાથે વાત કરતા મનમોહનસિંહે કહ્યું કે તે એટલું લાંબું બજેટ હતું કે મને તે સમજવામાં મુશ્કેલી પડી.

નોંધપાત્ર વાત એ છે કે, સંસદમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે બજેટ રજૂ કરતા અત્યાર સુધીનું સૌથી લાંબુ ભાષણ આપ્યુ હતુ. તેમણે લગભગ સાડા ત્રણ કલાકથી વધુ સમય ઉભા રહીને પોતાની વાત રાખી. દરમિયાન, તેમની તબિયત પણ બગડી હતી જેના કારણે તે બજેટનાં છેલ્લા બે પાના વાંચી શક્યા નહોતા. લોકસભાનાં અધ્યક્ષ ઓમ બિરલાની પરવાનગી મળ્યા પછી, તે બેઠા અને તે સંપૂર્ણ વાંચન સમજી લેવામાં આવ્યું.

આપને જણાવી દઇએ કે, પ્રથમ બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે દાયકાઓ જૂની ચાલી રહેલી બ્રીફકેસની પરંપરાને તોડીને એક લાલ કપડામાં તેને રાખીને બજેટ રજૂ કર્યું હતું, બીજા બજેટમાં પણ તેમણે કંઈક આવું જ કર્યું હતું. આ વખતે તેમણે બજેટ રજૂ કરતી વખતે 17 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો હતો. મોદી સરકારનાં બીજા ટર્મમાં બજેટની રજૂઆત દરમિયાન તેમણે અત્યાર સુધીનું સૌથી લાંબું ભાષણ વાંચ્યું હતું. તે પછી પણ નાણામંત્રીએ તે પૂર્ણ કર્યું ન હતું અને તબિયત ખરાબ હોવાને કારણે તેઓ બે પાના ચૂકી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.