Not Set/ પદ્માવતીનો રાજસ્થાન પછી અરવલ્લી ભારે વિરોધ

પદ્માવતી ફિલ્મમાં ભારે ફેરબદલ પછી પણ આ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. પદ્માવતીનું નામ બદલીને સંજયલીલા ભંસાલીએ પદ્માવત કરી નાખ્યું હતું. રાજપૂત સમાજનું કહેવું છે કે, ફિલ્માં રાની પદ્મિનીને ગલત રીતે બતાવવામાં આવ્યાં છે, ફિલ્મની અંદર જે દ્રશ્યો જે રાજપૂત સમાજની ભાવનાને ઠેસ પહોંચાડે તેમ છે તેવા દ્રશ્યોને હટાવવા અંગે સેન્સરબોર્ડે કહ્યું છે. પદ્માવતી ફિલ્મની […]

Top Stories
arvalli પદ્માવતીનો રાજસ્થાન પછી અરવલ્લી ભારે વિરોધ

પદ્માવતી ફિલ્મમાં ભારે ફેરબદલ પછી પણ આ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. પદ્માવતીનું નામ બદલીને સંજયલીલા ભંસાલીએ પદ્માવત કરી નાખ્યું હતું. રાજપૂત સમાજનું કહેવું છે કે, ફિલ્માં રાની પદ્મિનીને ગલત રીતે બતાવવામાં આવ્યાં છે, ફિલ્મની અંદર જે દ્રશ્યો જે રાજપૂત સમાજની ભાવનાને ઠેસ પહોંચાડે તેમ છે તેવા દ્રશ્યોને હટાવવા અંગે સેન્સરબોર્ડે કહ્યું છે.

પદ્માવતી ફિલ્મની જેમ રીલીઝ તારીખ આવી રહી છે તેમ તેમ વિરોધમાં સપડાતી જાય છે, કરણી સેનાએ તેનો વિરોધ કર્યો છે, રાજપૂત સમાજે પણ આ ફિલ્મને નહિ ચાલવા દેવાની વાત કહી છે.

મળતી માહિતી મુજબ મોડાસાના વાંટાડા ગમ પાસે રાજપૂત યુવાનોએ પદ્માવતી ફિલ્મના વિરોધમાં હાઇવે પર ટાયરો સળગાવીને ફિલ્મનો વિરોધ કર્યો હતો. લોકો ઉદયપુર-અમદાવાદ હાઇવે પર ચક્કાજામ કરી નાખ્યો હતો.

ગુજરાતના સીએમ વિજયભાઈ રુપાણીએ નિવેદન આપ્યું છે કે ગુજરાતમાં પદ્માવત  ફિલ્મ નહિ ચાલવા દઈએ. અગાઉ નવેમ્બરમાં પણ મુખ્યમંત્રીએ આ ફિલ્મને ગુજરાતમાં નહી ચલાવવાનો નિર્ણય લીધો હતો.