મંગળવારે અફઘાનિસ્તાનનાં પૂર્વીય ખોસ્ત પ્રાંતમાં લેન્ડમાઇન વિસ્ફોટમાં ત્રણ બાળકો સહિત દસ નાગરિકોનાં મોત થયા હોવાનુ સામે આવી રહ્યુ છે.
પોલીસ પ્રવક્તા હૈદર આદેલે જણાવ્યું હતું કે, વિસ્ફોટ અલી શિર જિલ્લામાં આજે સવારે સાડા પાંચ વાગ્યે થયો હતો જ્યારે એક વાહન જમીનની અંદર છુપાયેલા એક અત્યાધુનિક શક્તિશાળી વિસ્ફોટક ઉપકરણ (આઈઈડી) પર જતુ રહ્યો. આ વિસ્ફોટમાં વાહનનાં ટૂકડે ટૂકડા થઇ ગયા હતા.
તેમણે ધૂળથી ભરેલા રસ્તા પર આઈઈડી મૂકવા માટે તાલિબાન આતંકવાદી જૂથને દોષી ઠેરવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, તાલિબાન આતંકવાદીઓ રસ્તાની બાજુ બોમ્બ અને લેન્ડમાઇન્સ નાખવા માટે સ્વદેશી રીતે બનાવેલા આઇઇડીનો ઉપયોગ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.