Not Set/ મોડાસામાં તબેલામાં દૂધ દોહતા સમયે વીજ કરંટથી પતિ-પત્નીનું મોત

મોડાસા: અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના વાટડા કાબોલા ગામે તબેલામાં દૂધ દોહવા ગયા હતા તે સમયે વીજ કરંટ લાગતાં પતિ-પત્નીના મોત નીપજયાની ઘટના બની હતી. આ ઘટનાના પગલે નાનકડા એવા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. તબેલામાં દૂધ કાઢવા ગયા હતા તે સમયે બની ઘટના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના વાટડા કાબોલામાં રહેતા અને પશુપાલનના વ્યવસાય […]

Top Stories Gujarat Others Trending
Death to husband and wife due to Electrical currents in Modasa

મોડાસા: અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના વાટડા કાબોલા ગામે તબેલામાં દૂધ દોહવા ગયા હતા તે સમયે વીજ કરંટ લાગતાં પતિ-પત્નીના મોત નીપજયાની ઘટના બની હતી. આ ઘટનાના પગલે નાનકડા એવા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

તબેલામાં દૂધ કાઢવા ગયા હતા તે સમયે બની ઘટના

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના વાટડા કાબોલામાં રહેતા અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા એક પરિવારની મહિલા આજે વહેલી સવારે દૂધ દોહવા માટે તબેલામાં ગઈ હતી ત્યારે તબેલામાં પડેલા છૂટા જીવંત વીજ તારને મહિલાનો હાથ અડી જતા તેણીએ બૂમ પડી હતી. જેના કારણે તેને બચાવવા માટે તેનો પતિ દોડી આવ્યો હતો. પરંતુ તેને પણ વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે વીજ કરંટ લાગવાથી પતિ-પત્ની બંનેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું  હતું.

પત્નીને બચાવવા ગયેલા પતિનું પણ મોત

મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ મહિલા વહેલી સવારે તબેલામાં દૂધ દોહવા માટે ગઈ હતી. ત્યારે તેને વીજ કરંટ લાગ્યો હતો અને તેને બચાવવા માટે તેનો પતિ ગયો હતો તેને પણ વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ એટલો જોરદાર હતો કે, પતિ-પત્ની બંનેના સ્થળ પર જ મોત નીપજ્યા હતા.

તબેલામાં રહેલા જીવંત વીજ તારથી લાગ્યો કરંટ 

આ સમયે તબેલામાં છૂટા પડેલા જીવંત વીજ તારને પત્ની ભૂલથી અડી જતા કરંટ લાગ્યો હતો તે દરમિયાન પત્નીને બચાવા ગયેલા પતિને પણ કરંટ લાગતા બંનેનું ઘટના સ્થળે મોત નિપજ્યું.

આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ તાત્કાલિક ધોરણે મોડાસા રૂરલ પોલીસ મથકને જાણ કરી હતી. ત્યાર બાદ પતિ-પત્ની બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોડાસા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

આ ઘટના અંગે મોડાસા રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.