Not Set/ રાહુલ ગાંધીએ કહ્યું RSS અને BJPવાળા ધર્મની દલાલી કરી રહ્યા છે

નોટબંધી અને જીએસટીનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે ‘લક્ષ્મીજી’ અને માં ‘દુર્ગા  પર હુમલો કર્યો છે.

Top Stories
RAHUL 2 રાહુલ ગાંધીએ કહ્યું RSS અને BJPવાળા ધર્મની દલાલી કરી રહ્યા છે

ઉત્તરપ્રદેશની ચૂંટણી માટે તમામ પાર્ટીઓ કામે લાગી ગઇ છે અને ચૂંટણીમાં વાર પલટવારનો દોર ચાલુ થઇ ગયો છે. રાહુલ ગાંધી સતત ભાજપ પર નિશાન સાંધી રહ્યા છે. ફરી એકવાર રાહુલ ગાંધીએ ભાજપ પર મોટો નિવેદન આપ્યો છે.કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર દેવી લક્ષ્મી અને દુર્ગાનું અપમાન કરવાનો આરોપ લગાવતા કહ્યું કે તેઓ ખોટા હિન્દુ છે અને ધર્મની દલાલી કરે છે,આ ઉપરાંત તેમમે વધુમાં કહ્યું હતું કે ભાજપે મહિલાને વડાપ્રધાન બનાવ્યા નથી.

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ પણ દાવો કર્યો હતો કે, આરએસએસ અને ભાજપના લોકો “મહિલા શક્તિ” ને દબાવી રહ્યા છે અને  મહિલાની શક્તિને દબાવી રહ્યા છે અને ડરનો માહોલ પેદા કરી રહ્યા છે.

નોટબંધી અને જીએસટીનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે ‘લક્ષ્મીજી’ અને માં ‘દુર્ગા  પર હુમલો કર્યો છે. આરએસએસ અને ભાજપ પોતાને હિન્દુ કહે છે અને લક્ષ્મીજી અને મા દુર્ગા પર હુમલો કરી રહ્યા છે અને કહે છે કે તેઓ હિન્દુ છે. આ લોકો ખોટા હિન્દુ છે. આ લોકો હિન્દુ નથી. તેઓ હિન્દુ ધર્મનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું કે આરએસએસ મહિલા શક્તિને દબાવે છે, પરંતુ કોંગ્રેસ સંગઠન મહિલા શક્તિને સમાન મંચ આપે છે.

રાહુલ ગાંધીએ કહ્યું,જો છેલ્લા 100-200 વર્ષોમાં કોઈ એક વ્યક્તિએ શ્રેષ્ઠ રીતે હિન્દુત્વને સમજ્યું અને તેનું પાલન કર્યું હોય તો તે મહાત્મા ગાંધી છે. અમે પણ આ માનીએ છીએ અને આરએસએસ અને ભાજપના લોકો પણ માને છે કે મહાત્મા ગાંધીએ અહિંસા શ્રેષ્ઠ રીતે જીવ્યા હતા. હિન્દુ ધર્મનો પાયો અહિંસા છે, આરએસએસની વિચારધારા દ્વારા મહાત્મા ગાંધીને શા માટે ગોળી મારવામાં આવી? તમારે આ વિશે વિચારવું પડશે. તે