સુરત/ કોરોના સંક્રમણ વધતા મનપા સક્રિય, ટેસ્ટીંગમાં વધારો અને માસ્કના નિયમો બન્યા વધુ કડક

કોરોના સંક્રમણ વધતા મનપા સક્રિય મોડમાં, ટેસ્ટીંગમાં વધારો અને માસ્કના નિયમો બન્યા વધુ કડક

Top Stories Gujarat Surat Trending
બગોદરા 1 કોરોના સંક્રમણ વધતા મનપા સક્રિય, ટેસ્ટીંગમાં વધારો અને માસ્કના નિયમો બન્યા વધુ કડક

ગુજરાત રાજ્યમાં ફરી એક વાર કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો  છે. સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં વગર માસ્ક અને કોરોના નિયમોને નેવે મુકીને કરવામાં આવેલી જાહેર સભાઓને કારણે કોરોના કેસમાં રાજ્યમાં મોટો વધારો થયો છે. સાથે પાડોશી રાજ્યોમાં પણ કોરોના વકર્યો હોવાથી ત્યાંથી આવેલા પ્રવાસી પણ ગુજરાતમાં કોરોના ફેલાવવાની દહેશત છે. ત્યારે સુરત શહેરમાં સતત વધી રહેલા કોરોના કેસને લઇ સુરત મનપા ફરી એક વાર સક્રિય મોડમાં આવી ગયું છે.

Current information on the COVID-19 pandemic | Festo Corporate

જીલ્લામાં કોરોના સંક્રમણ વધતા મનપા સક્રિય બની છે. પોઝિટિવ કેસોની હિસ્ટ્રીની તપાસ કરવમ આવી રહી છે. અઠવા, ઉધના અને વરાછા ઝોનમાં કોરોના કેસમાં વધારો થયો છે. તો મોટાભાગના દર્દીઓ મહારાષ્ટ્ર, રાજસ્થાનનો પ્રવાસ કરનારા હોવાનું જાણવા મળ્યું છે. કોરોના સામે લડવા માટે મનપા દ્વારા તમામ પ્રવાસી ઓની માહિતી રાખી તેમના કોવિડ ટેસ્ટ ફરજીયાત કરવા આદેશ આપ્યા છે.

તો શહેરમાં વધી રહેલા કોરોનાને પગલે મહાનગરપાલિકાએ ટેસ્ટિંગની સંખ્યા વધારી છે. કોરોના સંક્રમણ વધતા મનપા તંત્ર દ્વારા એસટી ડેપો પર કોરોના ટેસ્ટિંગની શરૂઆત કરવામાં આવી છે. મુસાફરોનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.

Vaccine / હવે તમે પૈસાથી રસી ખરીદી શકો છો, મંત્રીઓ પૈસા ચૂકવીને રસી મુકાવશે

PM Modi / 100 સંપત્તિ વેચવાની તૈયારીમાં સરકાર, Air India-BPClનો સોદો ઓગસ્ટ સુધીમાં

સુરતમાં કોરોનાને લઇ મનપા સહીત પોલીસ પણ એક્શનમાં છે. માસ્ક વગર ફરતા લોકોને દંડિત કરવામાં આવી રહ્યાછે.  394 લોકોને માસ્ક વગર દંડ કરવામાં આવ્યો છે. કુલ 3.94 લાખ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.