Bengaluru Meat Ban: કર્ણાટકમાં 30 માર્ચે રામ નવમીને ધ્યાનમાં રાખીને, બેંગલુરુની BBMP સીમામાં માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બેંગલુરુ સિવિક બોડીએ 30 માર્ચે રામ નવમી 2023ને ધ્યાનમાં રાખીને બ્રુહત બેંગલુરુ મહાનગર પાલીકે (BBMP) માંસના વેચાણ અને પ્રાણીઓની કતલ પર પ્રતિબંધ મૂકવાની નોટિસ જારી કરી છે.
Karnataka | Sale of meat banned in Bengaluru BBMP limits on March 30 ahead of Sri Rama Navami.
— ANI (@ANI) March 28, 2023
ઉલ્લેખનીય છે કે BBMPએ (Bengaluru Meat Ban) અગાઉ ગાંધી જયંતિ અને મહા શિવરાત્રી પર માંસના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. બીબીએમપી વિસ્તારમાં દર વર્ષે રામ નવમી અને અન્ય ધાર્મિક કાર્યક્રમો પર માંસના વેચાણ અને પ્રાણીઓની કતલ પર પ્રતિબંધ છે.
બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશને રામ નવમીના અવસર પર માંસના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. બ્રુહત બેંગલુરુ મહાનગર પાલીકેના પશુપાલન વિભાગના સંયુક્ત નિર્દેશકે એક આદેશમાં જણાવ્યું છે કે રામ નવમીના અવસર પર કસાઈ ઘરો અને માંસના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. BBMP દ્ધારા જારી કરાયેલા પરિપત્રના આધારે આ આદેશ જારી કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે દર વર્ષે રામ નવમી, ગાંધી જયંતિ, સર્વોદય દિવસ અને અન્ય ધાર્મિક પ્રસંગોએ પશુઓની કતલ અને માંસના વેચાણ પર પ્રતિબંધ છે.