Gujarat Election/ કાળા જાદુ માટે સસ્પેન્ડ થયેલા કોંગ્રેસના કોર્પોરેટર જમના વેગડાએ દાણીલીમડા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું

દાણીલીમડા બેઠક પર કોંગ્રેસના કોર્પોરેટરે અપક્ષ ઉમેદવાર જાહેર કરતાં રાજકારણ ગરમાયું છે. કોર્પોરેટર જમના વેગડા ગુરૂવારે અપક્ષ ઉમેદવાર તરીકે…

Top Stories Gujarat
Jamna Vegda Danilimda

Jamna Vegda Danilimda: જ્યારથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર થયા છે ત્યારથી રાજકીય પક્ષોમાં વિવાદ શરૂ થઈ ગયો છે. દાણીલીમડા બેઠક પર કોંગ્રેસના કોર્પોરેટરે અપક્ષ ઉમેદવાર જાહેર કરતાં રાજકારણ ગરમાયું છે. કોર્પોરેટર જમના વેગડા ગુરૂવારે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. અગાઉ મહિલા કાઉન્સિલર દાણીલીમડા બેઠક પરથી ચૂંટણી લડી હતી. કોંગ્રેસ પક્ષે શૈલેષ પરમારને ઉમેદવાર જાહેર કર્યા બાદ જામા વેગડા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.

જણાવી દઈએ કે અગાઉ જમના વેગડા પોતાના સાથી કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણ અને દાણીલીમડા વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિ કરાવવા મામલે વિવાદમાં આવ્યા હતા. જેના પગલે કોંગ્રેસ દ્વારા કાર્યવાહી કરાતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: FIFA WORLD CUP/ ફિફા વર્લ્ડકપઃ મહિલા પ્રશંસકોએ જો આ ધ્યાન ન રાખ્યું તો જેલના સળિયા ગણવા પડશે