ગીર સોમનાથ/ બાદલપરા મુકામે યોજાયો ખેડૂત સંવાદ કાર્યક્રમ, હજારોની સંખ્યામા ખેડૂતોની ઉપસ્થિત

ગીર સોમનાથ જીલ્લાના બાદલપરા ગામે તાલાલાના ધારાસભ્ય અને ખેડૂત આગેવાન ભગવાન બારડ દ્રારા ખેડૂત સંવાદ સેમીનારનુ ભવ્ય આયોજન કરાયુ હતુ જેમા હજારોની સંખ્યામા જૂનાગઢ અને ગીરસોમનાથ જીલ્લાભરના ખેડૂતો ઉમટી પડ્યા હતા .

Top Stories Gujarat Others
ખેડૂત

ગીર સોમનાથ જીલ્લામા નાળીયેરીના પાકનુ ખૂબજ ઉત્પાદન છે તેમજ દરીયાકાઁઠાના વેરાવળ , કોડીનાર, તાલાલા , સૂત્રાપાડા , ઉના સહીત ચોરવાડ અને માંગરોળમા નાળીયેરનુ ઉત્પાદન ખૂબજ છે અને આ નાળીયેરીનુ વાવેતર કરતા ખેડૂતો માટે સફેદમાખી નામનો રોગ એ ભરડો લીધો છે જેનાલીધે નાળીયેરીના પાકને ખૂબજ મોટુ નુકસાન થઈ રહ્યુ છે ઘણાખરા ખેડૂતોએ તો વર્ષો ની મહેનતની નાળીયેરીનો આ રોગના લઈને કાપી પણ નાખી છે .

જેને લઈને તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ કે જેઓ ખેડૂત પણ છે તેઓએ સરકારમા આ ગંભીર સમસ્યાની જાણ કરતા સરકારે તેમની વાતની નોંધ લઇ અને તેમના માદરે વતન બાદલપરા મુકામે ખેડૂતો માટે સંવાદ સેમીનારનુ આયોજન કરવામા આવેલ હતુ. આ સેમીનારમા કીટવિજ્ઞાનના વૈજ્ઞાનિક ડો.કે.સેલ્શરાજ, જૂનાગઢ કૃષી યુનીવસીટીના ડો.વી.પી.ચોવટીયા, બાગાયત નિયામક એ.એમ.દેત્રોજા, નાળીયેર વિકાસ બોર્ડ ના અધિકારી જયકુમાર આ સહીતના તજજ્ઞો ની ખાસ ઉપસ્થિતીમા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો .

જેમા ખેડૂતોએ આ રોગથી કઇ રીતે છુટકારો મેળવવો, ક્યુ ખાતર વાપરવુ , પાણીનો ઉપયોગ કેમ કરવો આ સહીતની તમામ માહીતી આપી હતી તેમજ ખેડૂતોના વાવેતરને લગતા પ્રશ્ર્નોનો હલ કરેલ હતો . આગામી દિવસોમા જૂનાગઢ જીલ્લાની જેમ ગીરસોમનાથ જીલ્લામા પણ નાળીયેર વિકાસ બોર્ડ ની કચેરી આવે તેવા પ્રયાસો હાથ ધરવા ધારાસભ્ય બારડે જણાવેલ .

તેમજ આજરોજ 12 જાન્યુઆરી 1981 મા કેન્દ્ર સરકાર દ્રારા નાળીયેર વિકાસ બોર્ડ ની રચના થયેલ હોય ત્યારે ઉપસ્થિત મહેમાનોએ કેક કાપી આજના દિવસની ઉજવણી કરેલ હતી . ખેડૂતલક્ષી તમામ સમસ્યાના નિરાકરણ માટે જે કઈ પણ ખર્ચ થશે જેને પણ રજૂઆત કરવી પડશે તે માટે હમેંશા તત્પર રહેવા ધારાસભ્ય બારડે આહવાન કરેલ હતુ .આગામી દિવસોમા આ રોગને નિયંત્રણ લાવવા માટે બાગાયતી અધિકારીઓ તેમજ તજજ્ઞો દ્રારા જે પધ્ધતીઓ કરવામા આવશે જેનાથી ગીરના ખેડૂતોને મોટી રાહત થશે . તેમજ ખેડૂત લક્ષી તમામ સરકારી સહાય , સરકારી યોજનાઓ સહીતની માહીતી ખેડૂતોને આપવામા આવી હતી .

વાત કરીએ તો ગીરસોમનાથ જીલ્લામા સૌ પ્રથમ વખત જ તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ દ્રારા પોતાના સ્વખર્ચે ખેડૂતો માટે મહત્વનો સેમિનાર નામાંકિત તજજ્ઞો દ્રારા કરવામા આવતા ખેડૂતોને પણ મોટા ભાગની માહીતી મળી હતી અને ઉપસ્થિત તમામ ખેડૂતોના રજીસ્ટેશન થયેલ હોય આગામી દિવસોમા પણ ખેડૂતલક્ષી તમામ માહીતી ઓ ધારાસભ્ય ભગવાન બારડ તરફથી મળતી રહેશે .


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:pocso/કર્ણાટકમાં 9માં ધોરણની વિદ્યાર્થીનીએ આપ્યો બાળકને જન્મ

આ પણ વાંચો:AKASH-NG MISSILE TEST/ભારતે બતાવી તેની કુશળતા, નીચા ઉડતા એરિયલ ટાર્ગેટને AKASH-NG એ તોડી પાડ્યું અને તેની….. 

આ પણ વાંચો:Youth Power-PM Modi/યુવાનો તીર્થસ્થળો પર સ્વચ્છતા અભિયાન ચલાવેઃ પીએમ મોદી