Corona/ કોરોનાનો રાફડો ફાટ્યો, મહારાષ્ટ્રમાં એકસાથે 39 વિદ્યાર્થીઓ અને પાંચ કર્મચારીને કોરાનાનો ચેપ લાગ્યો

મહારાષ્ટ્રના લાતુર શહેરમાં છાત્રાલયમાં ઓછામાં ઓછા 39 વિદ્યાર્થીઓ અને પાંચ કર્મચારીઓને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. એક અધિકારીએ તેની જાણકારી આપી. લાતુર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી મહેશ પાટીલે જણાવ્યું હતું કે છાત્રાલયમાં રહેતા ઓછામાં ઓછા 360 વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી નવમા અને દસમા ક્લાસના 39 વિદ્યાર્થીઓ ચેપગ્રસ્ત હતા. આગળ જણાવ્યું હતું કે છાત્રાલય […]

India
maharastra કોરોનાનો રાફડો ફાટ્યો, મહારાષ્ટ્રમાં એકસાથે 39 વિદ્યાર્થીઓ અને પાંચ કર્મચારીને કોરાનાનો ચેપ લાગ્યો

મહારાષ્ટ્રના લાતુર શહેરમાં છાત્રાલયમાં ઓછામાં ઓછા 39 વિદ્યાર્થીઓ અને પાંચ કર્મચારીઓને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. એક અધિકારીએ તેની જાણકારી આપી. લાતુર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી મહેશ પાટીલે જણાવ્યું હતું કે છાત્રાલયમાં રહેતા ઓછામાં ઓછા 360 વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી નવમા અને દસમા ક્લાસના 39 વિદ્યાર્થીઓ ચેપગ્રસ્ત હતા.

With over 6000 new COVID-19 cases, Maharashtra takes these stringent steps to curb spread | India News | Zee News

આગળ જણાવ્યું હતું કે છાત્રાલય પરિસરમાં 60 જેટલા શિક્ષકો અને સ્ટાફ રહે છે અને તેમાંથી 30 ની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી પાંચ લોકોને ચેપ લાગ્યાં છે, અન્ય કર્મચારીઓનો તપાસ અહેવાલ બહાર આવશે. પાટિલે કહ્યું કે આ તપાસ એટલા માટે કરવામાં આવી હતી કે એક યુવતીને ચેપની પુષ્ટિ કરવામાં આવી હતી. બાદમાં 13 અન્ય લોકોને ચેપ લાગ્યાં છે. તેમણે માહિતી આપી કે ચેપગ્રસ્ત લોકોને અલગ રહેવા માટે મોકલવામાં આવ્યા છે.

Coronavirus patients rise to 32 in Maharashtra as Aurangabad woman tested positive- The New Indian Express

મહારાષ્ટ્રમાં તાજેતરના સમયમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, રાજ્ય સરકારે સાવચેતી રૂપે એક જ જિલ્લામાં ઘણી જગ્યાએ નાઇટ કર્ફ્યુ અને લોકડાઉન લગાવી દીધું છે, પરંતુ રાજ્યમાં કોરોના કેસ ઓછા થતા નથી. રાજ્ય સરકાર તરફથી કોરોના નિયમોનું કડક પાલન કરવા માટે પણ કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ આ હોવા છતાં શહેરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે જેના કારણે રાજ્યમાં ફરી કોરોનાનું જોખમ વધી ગયું છે.

દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ જોવા મળ્યા છે અને હાલમાં ત્યાં 51 હજારથી વધુ એક્ટીવ કોરોના કેસ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 20 લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે અને 51 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.