સ્ટીલ મંત્રાલય તથા મેઘા એન્જિનયરિંગ ઇન્ફાસ્ટ્રક્ચર લિમિટેડના અધિકારિયો પર 315 કરોડ રૂપિયાની NISP પરિયોજનામાં કથિક ભ્રષ્ટાચારને લઇને કેસ નોંધવામાં આવ્યો છે. CBIએ શનિવારે આ જાણકારી આપી હતી. તપાસ એજન્સીએ જણાવ્યું છે કે 315 કરોડ રૂપિયાની પરિયોજનાના અમલિકરણમાં ભષ્ટાચારને લઇ સ્ટીલ મંત્રાલયના NMDC આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટનાં આઠ અધિકારિઓ સહિત મેઘા એન્જિનયરિંગ એન્ડ ઇન્ફાસ્ટ્રકચર લિમિટેડની સામે કેસ નોંધવામાં આવ્યા છે.
તમને જણાવી દઇએ કે હાલમાં ચૂંટણી બોન્ડને લઇને મેઘા એન્જિનયરિંગ ઇન્ફાસ્ટ્રકચર લિમિટેડ ખૂબ ચર્ચામાં રહ્યું છે. હૈદરાબાદની કંપની એન્જિનયરિંગ એન્ડ ઇંફાસ્ટ્રકચર ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને દાન આપનારી બીજી સૌથી મોટી કંપની છે. તેણે નાણાકીય વર્ષ 2019-20 અને 2023-24 વચ્ચે કુલ 966 કરોડ રૂપિયાના બોન્ડ્ ખરીદ્યા હતા, આ કંપની ચૂંટણી બોન્ડ ખરીદવામાં બીજા ક્રમે છે.
આ કંપનીએ ચૂંટણી બોન્ડ દ્વારા ભાજપને લગભગ 585 કરોડ રૂપિયાનુ મહત્તમ દાન આપ્યું હતું. કંપનીએ BRSને 195 કરોડ રૂપિયા, DMKને 85 કરોડ રૂપિયા અને YSRCPને 37 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. ટીડીપીને કંપની પાસેથી લગભગ 25 કરોડ રૂપિયા મળ્યા જ્યારે કોંગ્રેસને 17 કરોડ રૂપિયા મળ્યા.
તો આ કંપનીની સ્થાપના 1989માં ઉદ્યોગપતિ પામીરેડ્ડી પિચી રેડ્ડીએ ‘મેઘા એન્જિનયરિંગ એન્ટરપ્રાઇઝ’ તરીકે કરી હતી. 2006માં, તેણે તેનું નામ બદલીને ‘મેઘા એન્જિનયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ રાખ્યું અને મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ જેમ કે ડેમ, નેચરલ ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક, પાવર પ્લાન્ટ્સ અને રસ્તાઓમાં સક્રિય થઈ.
આ પણ વાંચો: રાજ્યમાં કાળઝાળ ગરમીનો આતંક, 40 ડિગ્રી પંહોચેલ તાપમાનમાં આવશે પલટો
આ પણ વાંચો: Surat Case/સુરતમાં નોકરીની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું
આ પણ વાંચો: Gujarat-Engineering/ગુજરાતની એન્જિનિયરિંગ સેક્ટરની નિકાસ વધીને એક લાખ કરોડ રૂપિયાની નજીક