SBI loan/ SBIના 40 કરોડથી વધુ ગ્રાહકોને મોટો ફટકો, આવતીકાલથી લોન થશે મોંઘી, EMI પણ વધશે

SBIએ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ આધારિત લેન્ડિંગ રેટ (MCLR) રેટમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો વધારો કર્યો છે

Top Stories India
3 16 SBIના 40 કરોડથી વધુ ગ્રાહકોને મોટો ફટકો, આવતીકાલથી લોન થશે મોંઘી, EMI પણ વધશે

સ્ટેટ બેંક એ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ આધારિત લેન્ડિંગ રેટ (MCLR) રેટમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો વધારો કર્યો છે. બેંકની વેબસાઈટ અનુસાર, નવા વ્યાજ દરો 15 ડિસેમ્બર, 2022થી લાગુ થશે. આ દિવસથી MCLR આધારિત લોનના વ્યાજ દરમાં વધારો થશે. મતલબ કે જો ગ્રાહક લોન લેવાનું વિચારી રહ્યો છે તો વધુ વ્યાજ ચૂકવવું પડી શકે છે.

જે ગ્રાહકોની લોન ચાલી રહી છે તેઓએ EMI માટે તેમના ખિસ્સા વધુ ઢીલા કરવા પડશે. ઉલ્લેખનીય છે  કે SBIના 40 કરોડથી વધુ ગ્રાહકો છે. કહેવાનું એ છે કે SBIના આ નિર્ણયથી નવા અને જૂના બંને ગ્રાહકો પ્રભાવિત થઈ શકે છે. કેટલા છે નવા દરઃ SBIની વેબસાઈટ અનુસાર, MCLR એક મહિના અને ત્રણ મહિનાના સમયગાળા માટે 7.75% થી વધારીને 8.00% કરવામાં આવ્યો છે. છ મહિના અને એક વર્ષની મુદત માટે MCLR 8.05% થી વધારીને 8.30% કરવામાં આવ્યો છે. બે વર્ષ માટે MCLR 8.25% થી વધારીને 8.50% કરવામાં આવ્યો છે, જ્યારે ત્રણ વર્ષ માટે MCLR 8.35% થી વધારીને 8.60% કરવામાં આવ્યો છે.

ભારતીય રિઝર્વ બેંકે તાજેતરમાં રેપો રેટમાં 35 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. હવે રેપો રેટ વધીને 6.25% થઈ ગયો છે. આ વધારા બાદ બેંકો પર વ્યાજ દર વધારવાનું દબાણ છે.