હિજાબ વિવાદ/ ગૃહમંત્રી અમિત શાહે હિજાબ મામલે જાણો શું કહ્યું..

જ્યારે ગૃહમંત્રી અમિત શાહને હિજાબ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે કોર્ટના નિર્ણય બાદ દેશના તમામ લોકોએ તે નિર્ણય સ્વીકારવો જોઈએ.

Top Stories India
amit ગૃહમંત્રી અમિત શાહે હિજાબ મામલે જાણો શું કહ્યું..

કર્ણાટકમાં હિજાબને લઈને શરૂ થયેલો વિવાદ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલો હાલ કર્ણાટક હાઈકોર્ટમાં છે. આ દરમિયાન સોમવારે જ્યારે ગૃહમંત્રી અમિત શાહને હિજાબ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે કોર્ટના નિર્ણય બાદ દેશના તમામ લોકોએ તે નિર્ણય સ્વીકારવો જોઈએ.

અમિત શાહે  કહ્યું કે, “હું માનું છું કે તમામ ધર્મના લોકોએ શાળાના યુનિફોર્મ અને ડ્રેસ કોડને અપનાવવો જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ. દેશ બંધારણના આધારે ચાલશે.સોમવારે પણ કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન રાજ્ય સરકારે હાઈકોર્ટને કહ્યું કે હિજાબ એ જરૂરી ધાર્મિક પરંપરા નથી અને ધાર્મિક સૂચનાઓ શૈક્ષણિક સંસ્થાઓની બહાર રાખવી જોઈએ.સરકારે કહ્યું કે હિજાબના કેસમાં અરજીકર્તાઓ માત્ર તેને પહેરવાની પરવાનગી માંગી રહ્યાં નથી, પરંતુ તે ઘોષણા પણ ઇચ્છે છે કે તે પહેરવું એ ઇસ્લામને અનુસરતા તમામ લોકો માટે ધાર્મિક રીતે બંધનકર્તા છે.

હિજાબના વિવાદે શૈક્ષણિક સંસ્થાઓમાં તણાવ પેદા કર્યો જ્યારે કેટલીક વિદ્યાર્થીનીઓએ તેને વર્ગખંડમાં પહેરવાની પરવાનગી માંગી, જ્યારે હિન્દુ વિદ્યાર્થીઓએ કેસરી ‘સ્કાર્ફ’નો આગ્રહ કર્યો.તાજેતરમાં, રાજ્યના ઉડુપીની એક કોલેજની છ વિદ્યાર્થીનીઓએ કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. કોલેજ પ્રશાસન દ્વારા હિજાબ પહેરીને ક્લાસમાં પ્રવેશ આપવાના ઇનકારના વિરોધમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઘટનાના ચાર દિવસ પહેલા તેણે પ્રિન્સિપાલને હિજાબ પહેરીને ક્લાસમાં જવાની પરવાનગી આપવા કહ્યું હતું. પરંતુ તેમને મંજૂરી આપવામાં આવી ન હતી. કોલેજના પ્રિન્સિપાલ રુદ્રે ગૌડાએ કહ્યું હતું કે અત્યાર સુધી વિદ્યાર્થિનીઓ કેમ્પસમાં પહોંચવા માટે હિજાબ પહેરતી હતી પરંતુ ક્લાસમાં જતા પહેલા તેને કાઢી નાખતી હતી.