Nagaland VIP Seats: 7 ફેબ્રુઆરીએ યોજાયેલી નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીના પરિણામો ગુરુવારે (02 માર્ચ) આવવાના છે. આ ચૂંટણીઓમાં શું સ્થિતિ રહેશે અને કયો પક્ષ સત્તામાં આવશે? શું નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) અને ભારતીય જનતા પાર્ટી (BJP)નું ગઠબંધન નાગાલેન્ડમાં સત્તા જાળવી શકશે? અથવા નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF), જેને પાંચ વર્ષ પહેલા સત્તામાંથી બહાર કરવામાં આવ્યો હતો તે પરત આવશે. તેનો નિર્ણય થોડા કલાકો બાદ થઇ જશે.
સત્તાના સુખથી કોંગ્રેસ વંચિત રહેશે કે પછી એક બળ તરીકે ઉભરી આવશે. (Nagaland VIP Seats) NPFની શક્તિ કેટલો કમાલ કરશે. પ્રાદેશિક પક્ષોનો દાવો કેટલો સાચો છે કે ચૂંટણી પછી તેઓ કિંગ મેકર બનશે. પરિણામો બાદ આ તમામ આશંકાઓનો અંત આવશે. હવે નાગાલેન્ડની 60 વિધાનસભા બેઠકોમાંથી તમામની નજર આ 5 VIP બેઠકો પર છે.
ઉત્તરીય અંગમી-1
એનડીપીપી અને બીજેપીના ગઠબંધનના મુખ્યમંત્રી નેફિયુ રિયો આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ગઠબંધનના ઉમેદવાર તરીકે, રિયો મુખ્ય પ્રધાન તરીકે પાંચમી ટર્મ પર નજર રાખશે. રિયોએ 1989થી આ સીટ પરથી લડેલી તમામ ચૂંટણીઓ જીતી છે. જો કે, વર્ષ 2018માં પ્રતિસ્પર્ધીની ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ તેઓ જીતવામાં સફળ રહ્યા હતા. આ ચૂંટણીમાં તેમનો મુકાબલો કોંગ્રેસના સેવિલી સચુ સામે થશે.
તૂઇ
વોખા જિલ્લાની તૂઇ વિધાનસભા બેઠક પણ મહત્વની છે. આ વિસ્તારને નાયબ મુખ્યમંત્રી વાય પેટનનો ગઢ માનવામાં આવે છે. પેટન આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. તે હંમેશા હોટ સીટ તરીકે ઓળખાય છે. અહીંની સ્પર્ધા હંમેશા રોમાંચક રહી છે અને આ વખતે પણ તે રસપ્રદ બનવાની છે. પટ્ટેન ઉપરાંત જેડીયુના પ્રદેશ અધ્યક્ષ સેંચુમોન લોથા, આરજેડીના વાય કિકોન અને અપક્ષ ઉમેદવાર હાયથુંગ ટુંગો લોથા પણ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
ફેક
NPF માટે આ બેઠક નિર્ણાયક બની રહી છે કારણ કે તેના ધારાસભ્ય પક્ષના નેતા કુઝોલુઝો અજો નીનુ અહીંથી પાંચમી વખત પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. NPFના લગભગ તમામ અગ્રણી ચહેરાઓ NDPPમાં જોડાયા છે અને પાર્ટી માત્ર 22 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આવી સ્થિતિમાં પાર્ટીના મનોબળ માટે નીનુનું ભાવિ મહત્ત્વનું બની રહેશે. નીનુનો મુકાબલો એનડીપીપીના કુપોતા ખેસોહ અને કોંગ્રેસના ઝચિલ્હુ રિંગા વાડેઓ સામે છે.
એટોઇઝુ
આ બેઠક પરથી ભાજપના મહિલા ઉમેદવાર કહુલી સેમા ઉમેદવાર છે અને તેઓ પ્રબળ દાવેદાર હોવાનું કહેવાય છે. ખાસ વાત એ છે કે રાજ્યમાં ક્યારેય મહિલા ધારાસભ્ય નથી. પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ ચીફ એન્જિનિયર અને ત્રીજા સૌથી ધનિક ઉમેદવાર પિક્ટો ભાજપના ઉમેદવાર સામે ચૂંટણી લડી રહ્યા છે. છેલ્લી બે ચૂંટણીમાં અહીંથી પિક્ટો જીત્યા છે. વર્ષ 2018 માં, પિક્ટોએ NPF ટિકિટ પર જીત મેળવી હતી. તેઓ એ 21 ધારાસભ્યોમાંથી એક છે જે વર્ષ 2021માં NDPPમાં જોડાયા હતા, પરંતુ પાર્ટીએ તેમને ટિકિટ આપી ન હતી, તેથી હવે તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે.
દીમાપુર-3
આ ચાર વિધાનસભા બેઠકોમાંથી એક છે જ્યાં એક મહિલા ચૂંટણી લડી રહી છે. અહીં પાંચ ઉમેદવારો વચ્ચે જંગ છે. ડીપીપીના ઉમેદવાર હેકાની જાખલુને શાસક ગઠબંધનનું સમર્થન છે, પરંતુ વર્તમાન ધારાસભ્ય એઝેટો ઝિમોમી તેનો વિરોધ કરે છે. બે વખતના ધારાસભ્ય ઝિમોમીને NDPP દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા ન હતા અને હવે તે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. અન્ય ત્રણ ઉમેદવારો વાટેત્સો લાસુહ (કોંગ્રેસ), લોકપ્રિય કાર્યકર કહુતો ચિશી (અપક્ષ) અને લુન તુંગનુંગ (અપક્ષ) છે.