Not Set/ IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ, જાણો આ 5 નવા ફીચર્સ વિશે

ભારતીય રેલવે વિભાગે IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ કરી છે અને તેમાં યૂઝર્સની સુવિધા માટે નવા ફીચર્સ અપગ્રેડ કરવામાં આવ્યા છે. આ નવા ફીચર્સથી યાત્રિકો સરળતાપૂર્વક ટ્રાવેલ પ્લાનિંગ કરી શકશે અને ટિકિટ બૂકિગ સહિની અન્ય સુવિધાઓ મેળવી શકશે. યૂઝર્સને મળશે આ 5 નવા ફીચર્સ ટિકિટ બૂકિંગ સરળ થયું: નવી વેબસાઇટમાં ટિકિટ બૂકિંગને વધુ સરળ બનાવાયું […]

India Tech & Auto
IRCTC 2 IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ, જાણો આ 5 નવા ફીચર્સ વિશે

ભારતીય રેલવે વિભાગે IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ કરી છે અને તેમાં યૂઝર્સની સુવિધા માટે નવા ફીચર્સ અપગ્રેડ કરવામાં આવ્યા છે. આ નવા ફીચર્સથી યાત્રિકો સરળતાપૂર્વક ટ્રાવેલ પ્લાનિંગ કરી શકશે અને ટિકિટ બૂકિગ સહિની અન્ય સુવિધાઓ મેળવી શકશે.

યૂઝર્સને મળશે આ 5 નવા ફીચર્સ

ટિકિટ બૂકિંગ સરળ થયું: નવી વેબસાઇટમાં ટિકિટ બૂકિંગને વધુ સરળ બનાવાયું છે. યાત્રિકોને સેપરેટ કાર્ડ દેવામાં આવ્યા છે. જેમાં તે તેની જરૂરિયાત અનુસાર વિગતો ભરી શકશે. પહેલાથી જ વિગતો ઉપલબ્ધ હોવાથી સમયસર ટિકિટનું બૂકિંગ કરાવવામાં સરળતા રહે છે.

લોગ ઇન વગર મળશે આ સવલત – નવી IRCTC વેબસાઇટની વિશિષ્ટતા તેની લોગઇન વગરની કાર્યપ્રણાલી છે. તેમાં યૂઝર્સ લોગ-ઇન કર્યા વગર જ ટ્રેન અને સીટની ઉપલબ્ધતા ચેક કરી શકે છે.

વેટલિસ્ટ પ્રિડિક્શન ટૂલ – આ નવા ટૂલના માધ્યમથી યૂઝર પોતાની વેઇટલિસ્ટ ટિકિટ ઉપરાંત RAC ટિકિટ કન્ફર્મ થવાની સંભાવના વિશે જાણી શકે છે.

આ ફીચર છે ખાસ – વેબસાઇટમાં વિકલ્પ નામથી એક નવું ફીચર એડ કરાયું છે. તેનાથી વેઇટિંગ લિસ્ટમાં રહેલા યાત્રિકોને વૈકલ્પિક ટ્રેનમાં કન્ફર્મ સીટ પસંદ કરવાની સુવિધા પ્રાપ્ત થાય છે.

ટ્રાવેલ પ્લાનિંગ – વેબસાઇટ પર પ્રસ્થાન અને આગમન સમય, ટ્રેનની ઉપલબ્ધતા, ક્વોટા જેવા અનેક વિકલ્પો યાત્રિકોને સરળતાપૂર્વક ટ્રાવેલ પ્લાન તૈયાર કરવામાં મદદરૂપ બનશે.