Not Set/ નવસારી/ બે મહિનાથી આવતા ભૂકંપના આંચકાઓને કારણે, લોકોમાં ભયનો માહોલ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં છેલ્લા બે મહિનાઓથી આવતા ભૂકંપના આંચકાને કારણે તાલુકાના ગામોના લોકોમાં ભયનો માહોલ બન્યો છે. સતત ભૂકંપને કારણે લોકોના ઘરોમાં તિરાડો પાડવા માંડી છે, જયારે તંત્ર સમગ્ર બાબતને સામાન્ય ગણી કોઈ માહિતી પણ ગ્રામીણોને ન આપતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાના કેટલાક ગામોમાં બે મહિનામાં સતત ભૂકંપના […]

Gujarat Others
images 1 નવસારી/ બે મહિનાથી આવતા ભૂકંપના આંચકાઓને કારણે, લોકોમાં ભયનો માહોલ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં છેલ્લા બે મહિનાઓથી આવતા ભૂકંપના આંચકાને કારણે તાલુકાના ગામોના લોકોમાં ભયનો માહોલ બન્યો છે. સતત ભૂકંપને કારણે લોકોના ઘરોમાં તિરાડો પાડવા માંડી છે, જયારે તંત્ર સમગ્ર બાબતને સામાન્ય ગણી કોઈ માહિતી પણ ગ્રામીણોને ન આપતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાના કેટલાક ગામોમાં બે મહિનામાં સતત ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. નવસારીથી ૩૪ કિમી, વલસાડથી ૪૩ કિમી અને સુરતના ઉકાઈથી પણ અમુક કિમી દુર એપી સેન્ટર હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં ગત અઠવાડિયામાં વાંસદામાં ૨.૭ ની તીવ્રતાનો ભૂકંપ આવતા તાલુકાના ઉપસળ, મોટી વાલઝર, નાની વાલઝર સહીતનાં આસપાસનાં ગામોમાં લોકોનાં ઘરોમાં મોટી મોટી તિરાડો પડી જવા પામી હતી.

navsari નવસારી/ બે મહિનાથી આવતા ભૂકંપના આંચકાઓને કારણે, લોકોમાં ભયનો માહોલ

સામાન્ય રીતે વાંસદાનાં ગામોમાં કાચા કે અર્ધ પાકા ઘરો વધુ હોય છે, ત્યારે લોકોના ઘરોમાં તિરાડો પડતા ઘર પડી જવાની ભીતિ લોકોમાં સેવાઈ રહી છે. સાથે જ સ્થાનિક તંત્ર દ્વારા ભૂકંપના આંચકાઓ કયા કારણસર આવી રહ્યા હોવાની માહીતી ન આપતા ગ્રામીણોમાં ભયનાં માહોલ સાથે રાજ્ય સરકાર અને તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

ભૂકંપના આંચકાને લઇ સ્થાનિક તંત્ર નચિંત હોય એવી સ્થિતિ જણાઈ હતી. સ્થાનિક તંત્રના મતે વાંસદા ભૂકંપ પ્રભાવિત ઝોનમાં પણ નીચે હોવાથી અને ભૂકંપના આંચકા ૩ ની તીવ્રતાથી ઓછા હોવાથી કોઈ ચિંતાજનક સ્થિતિ નથી અને મોટો ભૂકંપ આવે એવું નથી. પરંતુ સતત આવી રહેલા ભૂકંપને કારણે ગાંધીનગરના સિસ્મોલોજી વિભાગની ટીમને બોલાવી સર્વે કરાવવા સાથે જ ગ્રામ્ય સ્તરે તલાટીઓને પણ એલર્ટ કર્યા હોવાનો રાગ આલાપ્યો હતો.

ભૂકંપને લઇને હાલ તો વાંસદા તાલુકા સહીત સરહદના ચીખલી અને ખેરગામ તાલુકાના ગામોમાં પણ ભાયનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં પણ તંત્ર ભૂકંપ આવવાના કારણો વિષે લોકોને માહિતગાર કરે એવી ગ્રામીણો આશા સેવી રહ્યા છે.

આ પણ વાંચોનવસારી/ ભૂકંપના આંચકાથી ધ્રૂજી નવસારીની ધરા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.