Crime/ બગોદરા હાઇવે પર બસમાં જતા આંગડિયા પેઢીનાં કર્મી સાથે 4 કરોડની લૂંટ

ફરી એક વખત આંગડિયા કર્મીઓ લુંટારૂઓના નિશાને આવ્યા છે. બાવળા-બગોદરા હાઈવે પર પર આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી ચાર કરોડના સોનાની લૂંટ ચલાવવામાં આવી.

Ahmedabad Gujarat
Electionn 15 બગોદરા હાઇવે પર બસમાં જતા આંગડિયા પેઢીનાં કર્મી સાથે 4 કરોડની લૂંટ

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

ફરી એક વખત આંગડિયા કર્મીઓ લુંટારૂઓના નિશાને આવ્યા છે. બાવળા-બગોદરા હાઈવે પર પર આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી ચાર કરોડના સોનાની લૂંટ ચલાવવામાં આવી. આરોપીઓએ આવકવેરા વિભાગના અધિકારી હોવાનું જણાવી ચલાવી હતી લુંટ. બગોદરા પોલીસે ગુનો નોંધી અપહરણ અને લૂંટના ગુના ફરાર આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

Ahmedabad: અત્યંત આધુનિક અને ટેકનાલોજીથી બનેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ક્રિકેટના મકકા ‘લોર્ડસ’ને મારશે ટકકર

અમદાવાદની આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે લૂંટની ઘટના સામે આવી છે..જેમાં મુંબઇ અને સુરતથી આવેલા સોનાના દાગીના અને બિસ્કીટ લઈને રાજકોટ જઈ રહેલા આંગડિયા પેઢીના બે કર્મચારીઓને લૂંટી લેવામાં આવ્યા છે. સવારે સાત વાગ્યાના અરસામાં અમદાવાદથી કપડવંજ-રાજકોટ એસટી બસમા આંગડિયાના પાર્સલ લઈને જતા બે કર્મચારીઓને બાવળા બગોદરા હાઈવે ઉપર પર લુંટી લેવામા આવ્યા છે.. ખાનગી એસયુવી ગાડીમા આવેલા 6 આરોપી વિરુધ્ધ બગોદરા પોલીસે કાવતરુ. અપહરણ. લુંટ અને ખોટી ઓળખ આપવા સહીતના કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Crime: શૌચાલયમાં કુદરતી હાજતે જવા આવેલા એક શખસ સાથે જાણો શું થયું

બનાવની વાત કરીએ તો સવારે 9 વાગે જ્યારે બસ બગોદરા ડેપોમા પહોચે તે પહેલા ખાનગી ગાડીમા આવેલા 6 આરોપીએ બસને રોકી પોતાની આવકવેરા વિભાગના અધિકારી તરીકે ઓળખ આપી પટેલ રાજેશ અને પરમાર ચીનાજીને બસમાથી ઉતારી તેમની પાસે રહેલા આશરે 4 કરોડના સોનાની લુંટ ચલાવી હતી.. સોનુ પડાવી લીધા બાદ આંગડીયાના કર્મીઓને ખેડામાં ખાનગી કંપની પાસે ખેતરમા બાધી આરોપી ફરાર થઈ ગયા છે. પોલીસ તપાસ કરતા જીપીએસ ટ્રેકર અને થેલો કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવ્યો છે… જેથી આરોપીને શોધવા પોલીસે અલગ અલગ 4 ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.

Political: હાર્દિકને બદલે સુરતમાં આપનો જાદૂ ચાલી ગયો, અને કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઇ ગઇ

લુંટની માહિતી મળતા જ ગ્રામ્ય પોલીસ, એલસીબી, એસઓજી સહીતની ટીમો અને ગ્રામ્ય પોલીસ વડા પણ પોલીસ મથકે પહોચી ગયા હતા. તપાસ દરમિયાન અમદાવાદના રતનપોળમા આવેલી અમરત માધવ અને માધવ પટેલ નામની આંગડીયા પેઢીઓના આ બન્ને કર્મચારીઓ લુંટાયા હોવાનુ સામે આવ્યુ છે.. 4 કરોડના લૂંટને અંજામ આપનાર 6 આરોપીની પોલીસે સીસીટીવી અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે પોલીસ તપાસમા શુ નવા ખુલાસા થાય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ