Cricket/ ઈંગ્લેન્ડની ઉડી ગિલ્લી, 100 રનની અંદર અડધાથી વધારે ખેલાડીઓ પેવેલિયન પહોંચ્યા…

આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે.

Sports
Electionn 16 ઈંગ્લેન્ડની ઉડી ગિલ્લી, 100 રનની અંદર અડધાથી વધારે ખેલાડીઓ પેવેલિયન પહોંચ્યા...

આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. આ મેચમાં ટોસ થયાનાં થોડા સમય પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. વિશ્વનું સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આ પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. આપને હાલની સ્થિતિની વાત કરીએ તો ઈંગ્લેન્ડની ટીમની ભારતીય ટીમે નિંદર ઉડાવી દીધી છે.

Cricket / ઇસ્ટ ઓર વેસ્ટ મોટેરા ઈઝ ધ બેસ્ટ, મહેમાન ખેલાડીઓ મોટેરા પર મોહી પડ્યા, કર્યા ભરપેટ વખાણ

આપને જણાવી દઇએ કે, ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે આ નિર્ણયને પોતાની તરફેણમાં કરી દીધો છે. હાલની સ્થિતિની વાત કરીએ તો ઈંગ્લેન્ડની ટીમ 98/8 છે. ઈંગ્લેન્ડનાં મુખ્ય બેટ્સમેનો આઉટ થઇ ગયા છે. ઇશાંત શર્મા ત્રીજી ટેસ્ટ મેચમાં મેદાન પર આવતાની સાથે જ તેના નામે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. ઈશાંત ભારત માટે 100 ટેસ્ટ મેચ રમનાર બીજો ભારતીય ઝડપી બોલર બન્યો છે. ઈશાંત પહેલા ફક્ત કપિલ દેવે 100 થી વધુ ટેસ્ટ મેચ રમી છે.

INDvENG / નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરવાનો લીધો નિર્ણય

આપને જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી અને ભારત સામે નાઇટ ટેસ્ટ ક્રિકેટ મેચનાં પહેલા દિવસે ચા નાં વિરામ સુધી ચાર વિકેટ પર 81 રન બનાવ્યા હતા. ચા નાં વિરામ દરમિયાન બેન સ્ટોક્સ 6 અને ઓલી પોપ 1 રન બનાવીને રમી રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી ઓપનર જોક ક્રોલીએ 53 રન બનાવ્યા હતા. ડોમ સિબ્લી અને જોની બેયરસ્ટો ખાતું પણ ખોલી શક્યા નહોતા જ્યારે કેપ્ટન જો રૂટ 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભારત તરફથી અક્ષર પટેલે 4 જ્યારે 100 મી ટેસ્ટ મેચ રમી રહેલા ઇશાંત શર્માએ 1 અને રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ ઝડપી હતી.

Cricket / IPL Auction 2021 માં વિદેશી ખોલાડીઓની રહી બોલબોલા, સૌથી મોંઘા આ 10 ખેલાડીની યાદી

4 ટેસ્ટ મેચની સિરીઝમાં અત્યાર સુધી બંને ટીમો એક-એકથી બરાબર છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મોટેરા ગ્રાઉન્ડ પર 2 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં એક મેચમાં ભારતને જીત અને એક ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. શ્રેણીની બીજી ટેસ્ટ મેચ ભારતીય ટીમ જીતવામાં સફળ રહી હતી, જ્યારે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડની ટીમે જીતી હતી. આ ટેસ્ટ સિરીઝ બંને ટીમો માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડની ટીમ પહેલાથી જ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચી ગઈ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ