હૈદરાબાદમાં ઇન્ડિયન પોલીસ સર્વિસમાં (ભારતીય પોલીસ સેવા) ચૂંટાયા બાદ સેવા આપવા માટે આવેલા 122 ટ્રેઈની ઓફિસરોમાંથી 119 ઓફિસરો એક પરીક્ષામાં ફેલ થયા હતા.
સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીથી સ્નાતક થયા દરમિયાન આ ભવિષ્યના અધિકારીઓને આ પરીક્ષા પાસ કરવી જરૂરી હોય છે. કહેવામાં આવે છે કે તેમને પાસ કરવા માટે તેમને વધુ ત્રણ તક આપવામાં આવશે. પરંતુ આ બધા પરિણામોની જાહેરાતથી દરેક હેરાન પરેશાન થઇ ગયા છે.
આમ છતાં હવે નિષ્ફળ જાહેર થયા પછી પણ તેમને સ્નાતક જાહેર કરી દેવામાં આવ્યા છે અને અલગ-અલગ કેડરમાં પ્રોબેશનર બનાવી દેવામાં આવ્યા છે. પરંતુ ત્રણ પ્રયાસો કરવામાં આવ્યા છતાં જો ફરી નિષ્ફળ થશે તો તમને આપવામાં આવેલી સેવામાંથી બહાર કરી દેવામાં આવશે.
આપને જણાવી દઈએ કે કે વર્ષ 2016 માં માત્ર બે આઇપીએસ અધિકારીઓ અકાદમી પસાર કરવામાં અક્ષમ રહ્યા હતા. આ વર્ષે ફોરેન પોલીસ ઓફિસર માટે કુલ મળીને 136 આઇપીએસ ઓફીસરોમાંથી 133 ઓફિસરો એક કરતાં વધુ વિષયમાં નિષ્ફળતા થયા હતા. આમાં ઇન્ડિયન પીનલ કોડ (આઇપીસી) અને ક્રિમિનલ પ્રોસિઝર કોડ વિષયોનો સમાવેશ થાય છે.
તાલીમાર્થીએ જણાવ્યું હતું કે તાલીમમાં મળેલા ગુણને વરિષ્ઠતામાં ઉમેરવામાં આવે છે. નિષ્ફળતાથી સિનિયોરીટી ઘટે છે.
જયારે એક અકાદમી અધિકારીએ જણાવ્યું હતું કે, અધિકારીઓની નિષ્ફળતા બાદ પણ તેમને ગ્રેજ્યુએટ થવામાં અથવા ક્ષેત્ર પર પોસ્ટ કરવાનું બંધ કરી શકાતું નથી.