Not Set/ અમિત શાહ 17 ઓક્ટો થી બે દિવસના ગુજરાત પ્રવાસે, નવરાત્રિ પર્વ પર કુળદેવીના લેશે આશીર્વાદ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાત મહિના પછી પોતાના વતન ગુજરાત આવવાનાં છે. તેઓ નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે 17 મી ઓક્ટોબરના રોજ અમદાવાદ આવશે. આ દિવસે આવીને તેઓ બીજા દિવસે પોતાના વતન માણસા જશે. માણસામાં બહુચર માતાના તેઓ આશીર્વાદ લેશે. અમિત શાહનો આ પ્રવાસ રાજ્યમાં આઠ સીટ પર યોજાનારી પેટા ચૂંટણીને લઈ પણ સૂચક માનવામાં […]

Ahmedabad Gujarat
e688a99b684b186cf0dedde956e9e4de અમિત શાહ 17 ઓક્ટો થી બે દિવસના ગુજરાત પ્રવાસે, નવરાત્રિ પર્વ પર કુળદેવીના લેશે આશીર્વાદ
e688a99b684b186cf0dedde956e9e4de અમિત શાહ 17 ઓક્ટો થી બે દિવસના ગુજરાત પ્રવાસે, નવરાત્રિ પર્વ પર કુળદેવીના લેશે આશીર્વાદ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાત મહિના પછી પોતાના વતન ગુજરાત આવવાનાં છે. તેઓ નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે 17 મી ઓક્ટોબરના રોજ અમદાવાદ આવશે. આ દિવસે આવીને તેઓ બીજા દિવસે પોતાના વતન માણસા જશે. માણસામાં બહુચર માતાના તેઓ આશીર્વાદ લેશે.

અમિત શાહનો આ પ્રવાસ રાજ્યમાં આઠ સીટ પર યોજાનારી પેટા ચૂંટણીને લઈ પણ સૂચક માનવામાં આવી રહ્યો છે. બે દિવસની મુલાકાત દરમિયાન ચૂંટણી જીતવા અંગે તેઓ કાર્યકરો, નેતાઓને માર્ગદર્શન આપી શકે છે.

અમિતશાહને કોરોના થયો હોવાના લીધે તેમણે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો એવો સમય હોસ્પિટલમાં વીતાવવો પડ્યો હતો. તેના પછી સંસદીય કાર્યવાહી શરૂ થતા સંસદના ચોમાસા સત્રમાં પણ તેમણે હાજરી આપી હતી. અમિત શાહ ગમે તેવી વ્યસ્તતા વચ્ચે નવરાત્રિમાં આવવાનું ભૂલતા નથી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 3 મહિના સુધી રખાઈ મુલતવી

ગુજરાતમાં કોરોના મહામારીના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે. 6 મનપા, 55 પાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી નહી યોજાય. સામાન્ય ચૂંટણીની મુદ્દત નવેમ્બરમાં પુરી થઈ રહી છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ