Not Set/ દુર્ગાપૂજાનાં અવસર પર બંગાળનાં લોકોને સંબોધીત કરશે PM મોદી, અમિત શાહની મુલાકાતની પણ શક્યતા

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયાએ સોમવારે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં યોજાનારી દુર્ગાપૂજા પ્રસંગે પશ્ચિમ બંગાળના લોકોને સંબોધન કરશે. બંગાળ પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે પાર્ટીનું બંગાળ એકમ વડા પ્રધાનને વિનંતી કરશે કે તેઓ આગામી દુર્ગાપૂજા દરમિયાન કોવિડ -19 ની માર્ગદર્શિકાને અનુસરવા લોકોને સંબોઘન સાથે સંદેશ આપે. વિજયવર્ગીયાએ […]

Uncategorized
b14ce1cefc247d66e46fe25dd6425985 દુર્ગાપૂજાનાં અવસર પર બંગાળનાં લોકોને સંબોધીત કરશે PM મોદી, અમિત શાહની મુલાકાતની પણ શક્યતા
b14ce1cefc247d66e46fe25dd6425985 દુર્ગાપૂજાનાં અવસર પર બંગાળનાં લોકોને સંબોધીત કરશે PM મોદી, અમિત શાહની મુલાકાતની પણ શક્યતા

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયાએ સોમવારે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં યોજાનારી દુર્ગાપૂજા પ્રસંગે પશ્ચિમ બંગાળના લોકોને સંબોધન કરશે. બંગાળ પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે પાર્ટીનું બંગાળ એકમ વડા પ્રધાનને વિનંતી કરશે કે તેઓ આગામી દુર્ગાપૂજા દરમિયાન કોવિડ -19 ની માર્ગદર્શિકાને અનુસરવા લોકોને સંબોઘન સાથે સંદેશ આપે.

વિજયવર્ગીયાએ કહ્યું કે વડા પ્રધાન મોદી દુર્ગાપૂજાના શુભ પ્રસંગે લોકોને વર્ચુઅલ રીતે સંબોધન કરશે. તે 22 ઓક્ટોબરના રોજ વર્ચુઅલ રીતે લોકો સાથે જોડાશે. રાજ્યના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે કોવિડ -19 સંબંધિત કડક પ્રોટોકોલ વચ્ચે આ વર્ષે રાજ્યમાં દુર્ગાપૂજા થશે.

અમિત શાહ દુર્ગાપૂજા પહેલા બંગાળનો પ્રવાસ કરી શકે છે
તાજેતરમાં બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું હતું કે, 22 ઓક્ટોબરથી દુર્ગાપૂજા શરૂ થાય તે પહેલાં, શાહ આહીંનાં નેતાઓ સાથે ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરવા રાજ્યની મુલાકાત લેશે. તેમણે કહ્યું હતું કે રાજ્ય એકમ શાહ અને નડ્ડા બંનેને રાજ્યની મુલાકાત લેવા વિનંતી કરી છે. 

સૂત્રોના જણાવ્યા મુજબ, પક્ષના નેતાઓએ રાજ્ય ભાજપના નેતાઓને કૃષિ સુધારણાને લગતા તાજેતરમાં પસાર થયેલા બીલના ફાયદા વિશે લોકોને જણાવવા જણાવ્યું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી આ બિલ વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે. રાજ્યના નેતાઓને લોકોને કહેવા માટે પણ કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસ સરકાર કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ લાગુ કરી રહી નથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….