Not Set/ ભુજમાંથી નકલી નોટ પકડાઈ, શું છે આ કેસમાં બેંગ્લોર કનેક્શન ..?

ભુજ બી ડિવિઝન પોલીસે રૂપિયા 100ની બનાવટી નકલી નોટો સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી નકલી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો છે.  કેસના તાર બેંગ્લોર સુધી જોડાયેલા છે. સરકારે નવી ચલણી નોટો બજારમાં મૂકી પણ અમુક ઠગબાજોએ નવી નોટોની પણ  નકલી બનાવવાનો ધંધો શરૂ કરી નાખ્યો છે. ભુજ બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે માધાપર નવાવાસ માંથી રૂ.63,700 […]

Gujarat Others
daru 1 6 ભુજમાંથી નકલી નોટ પકડાઈ, શું છે આ કેસમાં બેંગ્લોર કનેક્શન ..?

ભુજ બી ડિવિઝન પોલીસે રૂપિયા 100ની બનાવટી નકલી નોટો સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી નકલી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો છે.  કેસના તાર બેંગ્લોર સુધી જોડાયેલા છે.

સરકારે નવી ચલણી નોટો બજારમાં મૂકી પણ અમુક ઠગબાજોએ નવી નોટોની પણ  નકલી બનાવવાનો ધંધો શરૂ કરી નાખ્યો છે. ભુજ બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે માધાપર નવાવાસ માંથી રૂ.63,700 ની બનાવટી રૂ.100 ના દરની નકલી નોટો પકડી છે.

મળતી વિગતો મુજબ,આરોપી અતુલ પ્રાણલાલ વોરા નકલી નોટો બજારમાં વટાવવાની પેરવીમાં હતો,  ત્યારે જ ઝડપી પાડ્યો હતો.  આરોપી અતુલ વોરા બેંગ્લોરથી કિશોર પટેલ નામના શખ્સ જોડેથી રૂ.70 હજારની બનાવટી નોટો લાવ્યો હતો.

આ નોટો ભુજના સ્નેહલ પ્રફુલચંદ્ર ઝવેરી અને ભાવેશભાઈ મૂળશંકરભાઈ ઝાલાને વટાવવા આપી હતી.  બી ડિવિઝન પોલીસે ત્રણ આરોપીની બનાવટી નોટો સાથે ધરપકડ કરી છે.  ભારતીય અર્થતંત્રના કાયદાને નુકશાન પહોંચાડતા કારસાનો પર્દાફાશ કરાયો છે. આ કેસના તાર બેંગ્લોર સુધી જોડાયા છે.  આગામી સમયમાં વધુ હકીકતો ખુલવા પામશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.