Surat/ બારીમાં બેસીને ગેમ રમવું સગીરાને પડ્યું ભારે, ભેટી મોતને

મોબાઈલના કારણે અકસ્માતો થતાં હોવા છતાં પણ લોકોમાં મોબાઈલના ઉપયોગ અંગે જાગૃતિ આવતી નથી

Gujarat Others
A 51 બારીમાં બેસીને ગેમ રમવું સગીરાને પડ્યું ભારે, ભેટી મોતને

નાના હોય કે મોટા હોય આજના સમયમાં દરેકના હાથમાં સ્માર્ટફોન જોવા મળે છે. આ સ્માર્ટફોનનું વળગણ લોકોમાં એટલું વધ્યું છે કે લોકો આખો દિવસ મોબાઈલમાં જ ઘૂસેલા જોવા મળે છે. ક્યારેક મોબાઈલના કારણે અકસ્માતો થતાં હોવા છતાં પણ લોકોમાં મોબાઈલના ઉપયોગ અંગે જાગૃતિ આવતી નથી. ત્યારે આવમાં માતા-પિતામાં માટે ચોકાવનારો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જેમાં એક સગીરા મોબાઇલમાં ગેમ રમતાં રમતાં 12મા માળેથી નીચે પટકાતા તેનું મોત થયું છે. સગીરા તેના મકાનની બારીની પાળી પર બેસીને ગેમ રમતી હતી. તેણી ગેમ રમવામાં એટલી ડૂબી ગઈ હતી કે નીચે પટકાઈ હતી.

આ મામલે મળતી મહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના ઝાલોરના વતની એવા કાપડના વેપારી મુકેશ પુરોહિત પરિવાર સાથે પાલ-ભાઠા રોડ પર બાગબાન સર્કલ પાસે ગ્રીનપાર્ક સોસાયટીમાં રહે છે. તેમની ટેક્સટાઇલ માર્કેટમાં સાડીની દુકાન છે. તેમને સંતાનમાં ત્રણ દીકરી અને છ વર્ષનો દીકરો છે. આ પૈકી ધોરણ 10માં ભણતી 17 વર્ષીય પુત્રી સોમવારે સાંજે ભાઈ સાથે કોમન પેસેજમાં બેસી મોબાઇલ પર ગેમ રમતી હતી. બારીની એક ઈંટની પાળી પર બેસીને રમતી 17 વર્ષની છોકરી મોબાઇલમાં ગેમ રમવામાં મશગુલ થઈ જતાં અચાનક સંતુલન ન રહેતા બારમા માળે બારીમાંથી સીધી નીચે પટકાઈ હતી. તેના માથામાં ગંભીર ઈજા થઈ હતી ને લોહીલુહાણ હાલતમાં તેને હોસ્પિટલમાં ખસેડાઈ હતી પણ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું.

આ બનાવ બન્યો ત્યારે સગીરાના પિતા દુકાને હતા અને માતા બજારમાં ખરીદી કરવા ગયા હતા. કિશોરી નીચે પટકાતા પાડોશી તત્કાલિક દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં તેણીને હૉસ્પિટલ ખસેડાય હતી. જોકે, સારવાર મળે તે પહેલા જ સગીરાનું મોત થઈ ગયું હતું.

બનાવ વખતે ભાઈ-બહેન બંને મોબાઇલ પર ગેમ રમતા હતા. જેમાં ભાઈ પેસેજમાં દોઢ ફૂટના પ્લેટફોર્મ પર બેસીને ગેમ રમતો હતો, જ્યારે તેની બહેન બારીની પાળી પર બેઠી હતી. સગીર દીકરીના અકાળે અવસાનથી આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ મામલે પોલીસ ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.