ચૂંટણી પરિણામ/ દિલ્હી MCD ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પાંચમાંથી 4 સીટ પર મેળવી જીત, ભાજપની હાર

દિલ્હીમાં એમસીડી પેટાચૂંટણીના પરિણામો જાહેર કરાયા છે. કુલ સીટમાંથી આમ આદમી પાર્ટીએ 4 બેઠકો જીતી હતી અને એક બેઠક કોંગ્રેસના નામે રહી હતી. ત્રિલોકપુરી કલ્યાણપુરી રોહિણી અને શાલીમાર બાગની બેઠકો પર આમ આદમી પાર્ટીએ કબજો કર્યો હતો. જ્યારે ચૌહાણ બાંગાડમાં કોંગ્રેસે આ બેઠક જીતી હતી. ત્રિલોકપુરી વોર્ડમાંથી આમ આદમી પાર્ટીના વિજય કુમારને 12845 મત મળ્યા […]

India
delhi election દિલ્હી MCD ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પાંચમાંથી 4 સીટ પર મેળવી જીત, ભાજપની હાર

દિલ્હીમાં એમસીડી પેટાચૂંટણીના પરિણામો જાહેર કરાયા છે. કુલ સીટમાંથી આમ આદમી પાર્ટીએ 4 બેઠકો જીતી હતી અને એક બેઠક કોંગ્રેસના નામે રહી હતી. ત્રિલોકપુરી કલ્યાણપુરી રોહિણી અને શાલીમાર બાગની બેઠકો પર આમ આદમી પાર્ટીએ કબજો કર્યો હતો.

જ્યારે ચૌહાણ બાંગાડમાં કોંગ્રેસે આ બેઠક જીતી હતી. ત્રિલોકપુરી વોર્ડમાંથી આમ આદમી પાર્ટીના વિજય કુમારને 12845 મત મળ્યા છે. અહીં આમ આદમી પાર્ટીએ 4986 મતથી વિજયી પ્રાપ્ત કર્યો. આમ આદમી પાર્ટીના રામચંદ્રને 14328 મત મળ્યા હતા. અહીં તેને 2985 મતથી જીત મળી હતી.

Delhi MCD by-polls: AAP wins four out of 5 wards, Congress gets one

શાલીમાર બાગ વોર્ડમાંથી આમ આદમી પાર્ટીની સુનિતા મિશ્રાને 9764 મત મળ્યા. અહીંથી તેને 2705 મતથી જીત મેળવી હતી. કોંગ્રેસના ચૌધરી ઝુબીર અહેમદને ચૌહાણ બાંગર વોર્ડથી 16203 મત મળ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીના મોહમ્મદ ઇસારક ખાનને 5561 મત મળ્યા છે.

Delhi MCD By-Election Results 2021 LIVE Updates: People Have Once Again Voted for Development, Says Kejriwal as AAP Sweeps Polls With 4 of 5 Seats
કલ્યાણપુરમાં પણ જીત મેળવી
કલ્યાણપુરી વોર્ડમાંથી આમ આદમી પાર્ટીના ધીરેન્દ્ર કુમારને 14302 મત મળ્યા. અહીં પણ આમ આદમી પાર્ટીના ધીરેન્દ્ર કુમારે 7043 મતથી વિજય પ્રાપ્ત કર્યો હતો. સ્પષ્ટ છે કે એમસીડીમાં ચૂંટણીના પરિણામો આવ્યા પછી આમ આદમી પાર્ટી ઉત્સાહિત છે. આમ આદમી પાર્ટીના દુર્ગેશ પાઠક કહે છે કે AAP નો દાવો છે કે એમસીડીની ચૂંટણીમાં પણ તે જ પરિણામનું પુનરાવર્તન કરશે. આપના નેતાઓનો દાવો છે કે મુખ્ય ચૂંટણીમાં તેને એકતરફી વિજય મળશે. વિરોધી પક્ષના સુપડા સાફ થઈ જશે.