Not Set/ ફરાર લીકર કિંગ વિજય માલ્યાના પ્રત્યાર્પણની વિધિઓ પૂર્ણ, ગમે ત્યારે આવી શકે છે ભારત

લીકર કિંગ વિજય માલ્યાને કોઈપણ સમયે ભારત લાવી શકાય છે. લિકર કિંગ વિજય માલ્યાને ગમે ત્યારે ઈંગ્લેન્ડથી ભારતમાં લાવવામાં આવી શકે છે. મુંબઈમાં માલ્યા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, તેથી તેને મુંબઇ લાવવામાં આવશે. મીડિયા રિપોર્ટ મુજબ વિજય માલ્યાને લઈને વિમાન મુંબઇ એરપોર્ટ પર ઉતરાણ કરી શકે છે. જો તે મુંબઇ પહોંચશે તો તેને થોડા સમય […]

India
e1926a7cd6dbfe9313f9d59fce096a89 ફરાર લીકર કિંગ વિજય માલ્યાના પ્રત્યાર્પણની વિધિઓ પૂર્ણ, ગમે ત્યારે આવી શકે છે ભારત
e1926a7cd6dbfe9313f9d59fce096a89 ફરાર લીકર કિંગ વિજય માલ્યાના પ્રત્યાર્પણની વિધિઓ પૂર્ણ, ગમે ત્યારે આવી શકે છે ભારત

લીકર કિંગ વિજય માલ્યાને કોઈપણ સમયે ભારત લાવી શકાય છે. લિકર કિંગ વિજય માલ્યાને ગમે ત્યારે ઈંગ્લેન્ડથી ભારતમાં લાવવામાં આવી શકે છે. મુંબઈમાં માલ્યા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, તેથી તેને મુંબઇ લાવવામાં આવશે. મીડિયા રિપોર્ટ મુજબ વિજય માલ્યાને લઈને વિમાન મુંબઇ એરપોર્ટ પર ઉતરાણ કરી શકે છે. જો તે મુંબઇ પહોંચશે તો તેને થોડા સમય માટે CBI ઓફિસમાં રાખવામાં આવશે. બાદમાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પરંતુ જો દિવસે આવશે તો સીધો તેને કોર્ટમાં રજૂ કરાશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીબીઆઈ અને ઈડીના કેટલાક અધિકારીઓ યૂકેથી જ વિજય માલ્યાની સાથે પ્લેનમાં હશે. મુંબઈ પહોંચતાની સાથે જ સીબીઆઈ અને ઈડી કોર્ટ સમક્ષ માલ્યાના રિમાંડ માંગશે.

યુકેની કોર્ટે છેલ્લે 14 મેના રોજ માલ્યાના ભારત પ્રત્યાર્પણ પર મહોર લગાવી હતી. નિયમ મુજબ ભારત સરકારે માલ્યાને તે તારીખથી 28 દિવસની અંદર યુકેથી લાવવાના રહેશે. ત્યારે આ કિસ્સામાં, 20 દિવસ પસાર થઈ ગયા છે. બીજી તરફ, પ્રત્યાર્પણની કાનૂની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં માલ્યાને કોઈપણ સમયે ભારત લાવવામાં આવી શકે છે.

છેલ્લા કેટલાક સમયથી ભારત માલ્યાને પરત લાવવા પ્રયાસ કરી રહી છે. જોકે હવે આ પ્રયાસનો અંત આવશે..જણાવી દઈએ, કિંગફિશર એરલાએન્સના માલિક વિજય માલ્યા પદ દેશની 17 બેંકોના 9 હજાર કરોડ રૂપિયા ચાંઉ કરી જવાનો આરોપ છે. તે માર્ચ 2, 2016ના રોજ ભારત છોડીને બ્રિટન ભાગી ગયો હતો. ત્યાર બાદ ભારતીય તપાસ એજન્સીઓએ યૂકેની કોર્ટમાં છેલ્લા 4 વર્ષથી વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે પ્રયાસ કરી રહી હતી જેમાં આખરે તેમને સફળતા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.