Cricket/ ટીમ ઈન્ડિયાનાં ઝડપી બોલર જસપ્રીત બુમરાહ જલ્દી જ લગ્નગ્રંથીથી જોડાશે

ભારતીય ટીમના તેજ બોલર જસપ્રીત બુમરાહ હવે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે યોજવનારી સિરીઝમાં પ્રદશન નહિ કરે….

Sports
Mantavya 37 ટીમ ઈન્ડિયાનાં ઝડપી બોલર જસપ્રીત બુમરાહ જલ્દી જ લગ્નગ્રંથીથી જોડાશે

ભારતીય ટીમનાં ઝડપી બોલર જસપ્રીત બુમરાહ હવે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે યોજાવનારી સિરીઝમાં પ્રદર્શન નહિ કરે. કારણકે જસપ્રીત બુમરાહ નજીકનાં જ સમયમાં લગ્નનાં બંધનમાં જોડાવવાના છે. જેથી તેઓ થોડા સમયની રજા પર ઉતર્યા છે. બીસીસીઆઈએ તેમને ઈંગ્લેન્ડ સિરિઝમાંથી રિલીઝ કર્યા છે. જેથી બુમરાહએ આ સિરીઝ નહિ રમવાનો નિર્ણય કર્યો છે.

પહેલા પણ ટી-20 સિરીઝમાં પણ બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર 3 મેચોની સિરીઝમાં બુમરાહ ભાગ નહિ લે. ન્યૂઝ એજન્સી ani એ બીસીસીઆઈ ન્યૂઝનાં સૂત્રોનાં આધારે જણાવ્યું હતું કે, બુમરાહ જલ્દી લગ્નનાં બંધનમાં જોડાવવાનો છે. બુમરાહ જલ્દી લગ્ન કરવાનો છે. જેથી લગ્નની તૈયારીઓ માટે બુમરાહએ રજા લીધી છે.

કોણ બનશે બુમરાહની દુલ્હન

બુમરાહનાં લગ્નનાં સમાચારો સામે આવતા સોશિયલ મીડિયા પર ચર્ચાઓએ જોર પકડ્યું છે. કે કોણ હશે બુમરાહનાં ધર્મ પત્ની ? કોની સાથે લગ્ન બંધનમાં જોડાશે બુમરાહ? અત્યાર સુધી બુમરાહની લવ લાઈફનાં સમાચારો મીડિયામાં સામે આવ્યા નથી.

Cricket / ટીમ ઈન્ડિયાનાં કોચ રવિ શાસ્ત્રીએ અપોલો હોસ્પિટલમાં લીધી કોરોના વેક્સીનની પહેલી ડોઝ

અત્યાર સુધી બુમરાહના લગ્ન અંગે સત્તાવાર કોઈ જ માહિતી બહાર આવી નથી. ફક્ત અટકળો જ વહેતી થઈ છે. બુમરાહનાં લગ્ન ક્યાં અને કોની સાથે થશે તેની કોઈ જ પ્રકારની માહિતી સામે આવી નથી. પરંતુ સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, બુમરાહનાં લગ્ન ગુજરાતનાં અમદાવાદ શહેરમાં થશે. ત્યારે બુમરાહનાં કેટલાક નજીકનાં લોકો એવું કહી રહ્યા છે કે, બુમરાહનાં લગ્ન ગોવામાં થશે.

Cricket / રિંકી પોન્ટિંગથી આગળ જવાની વિરાટને મળી તક, શું ઈંગ્લેન્ડ વિરુદ્ધ તોડી શકશે તેનો મહાન રેકોર્ડ?

બુમરાહનાં લગ્નમાં ઈંન્ડિયન ટીમનાં ક્રિકેટરો નહિ હાજરી આપે 

બુમરાહનાં લગ્નની તારીખ હજી સુધી સામે આવી નથી. ત્યારે એવા પણ સમાચારો સામે આવી રહ્યા છે કે, ટીમ ઇન્ડિયાનાં ખેલાડીઓ બુમરાહનાં લગ્નમાં હાજરી નહી આપી શકે કારણ કે આગામી દિવસોમાં ઈંગ્લેન્ડ અને ભારતની મેચ યોજાવવાની છે. ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડ વિરુદ્ધ બુમરાહએ 2 મેચ રમી અને ત્યારબાદ બીજા ટેસ્ટ મેચમાં આરામ પર જતા રહ્યા હતા. ત્યારબાદ ડે નાઇટ ટેસ્ટ દ્વારા ફરી બુમરાહ ક્રિકેટનાં મેદાનમાં પ્રદશન કર્યું હતું. હવે બુમરાહ ફરીથી રિલીઝ થઈ ગયો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ